Connect Gujarat

નવા નાણાકીય વર્ષમાં ઘટાડા સાથે ખુલ્યા બજાર, સેન્સેકસ ફરીથી 29000ની નીચે

નવા નાણાકીય વર્ષમાં ઘટાડા સાથે ખુલ્યા બજાર, સેન્સેકસ ફરીથી 29000ની નીચે
X

નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સેન્સેક્સ કુલ મળીને 9,204.42 અંક એટલે કે, 23.80 ટકા ગગડ્યો છે. જ્યારે નિફ્ટી 3,026.15 અંક એટલે કે, 26.03 ટકા નીચે આવ્યો છે.

પહેલી એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય છે. નાણાકીય વર્ષના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં ફરી એકવાર કોરોનાની અસર જોવા મળી હતી. જેના કારણે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ગગડીને 29 હજાર અંક નીચે આવ્યો હતો. એવી જ રીતે નિફ્ટી પણ લગભગ 150 પોઇન્ટ ઘટીને 8500 પર કારોબાર કર્યો હતો.

નાણાકીય વર્ષ 2019-20ના અંતિમ દિવસ એટલે કે, મંગળવારે જોરદાર તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 1028 અંકથી મજબુત રહ્યો હતો. ત્રીસ ટકા શેરવાળા બીએસઇ સેન્સેક્સ 1028,17 અંક એટલે કે, 3.62 ટકા તેજી સાથે 29,468.49 અંક પર બંધ થયા હતા.આ ઉપરાંત નિફ્ટી પણ 316.65 અંક એટલે કે, 3.82 ટકા મજુબતી સાથે 8597.75 અંક પર રહ્યું હતું.

જો આપણે ગત્ત વર્ષને જોઇએ તો તેમાં સારો ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના વાઇરસની મહામારીને કારણે માર્ચ મહીનામાં જ તેમાં રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સેન્સેક્સ કુલ મળીને 9204.42 અંક એટલે કે, 23.80 ટકા ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 3026.15 અંક એટલે કે, 26.03 ટકા નીચે આવ્યો હતો.

Next Story
Share it