Connect Gujarat
Featured

બજેટ 2021 બાદ શેરબજારમાં સતત વધારો; પહેલીવાર 51 હજારની સપાટી વટાવી

બજેટ 2021 બાદ શેરબજારમાં સતત વધારો; પહેલીવાર 51 હજારની સપાટી વટાવી
X

આજે માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેકસ 51 હજારને પાર ગયું છે. 2021ના બજેટ બાદ સતત તેમાં વધારો જોવા મળી રહ્યો છે. 1000થી વધુ આંક એક સપ્તાહમાં ઊંચા આવ્યા છે. 400થી વધુ વધારા સાથે પ્રી ઓપનિંગમાં સેન્સેકસ ખૂલ્યું છે અને 51 હજારની ઉપર પહોચ્યું જે શેરબજાર માટે એક સારા સમાચાર છે.

શેરબજારોમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી(MPC)ના નિર્ણય બાદ તેજી જોવા મળી રહી છે. સવારે 11.50 કલાકે સેન્સેક્સ 316 અંક વધીને 50,931 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 79 અંક વધી 14974 પર કારોબાર કરી રહ્યો છે. રિઝર્વ બેન્કની બેઠક પહેલાં શેરબજારમાં મજબૂતી તેજી જોવા મળી હતી. સેન્સેક્સે પહેલીવાર 51 હજારની સપાટી ક્રોસ કરી હતી. આ સિવાય નિફ્ટીએ પણ 15 હજારની સપાટી ક્રોસ કરી હતી.

સેન્સેક્સ પર SBI, કોટક મહિન્દ્રા, NTPC, ITC, HDFC બેન્ક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. SBI 12.63 ટકા વધી 399.95 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે કોટક મહિન્દ્રા 4.29 ટકા વધી 1993.15 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 2.57 ટકા વધી 101.60 પર કારોબાર કરી રહ્યો છે. ITC 2.48 ટકા વધી 235.70 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.55 ટકા વધી 1602.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતી એરટેલ, M&M, મારુતિ સુુઝુકી, TCS, ઈન્ફોસિસ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 2.96 ટકા ઘટી 582.55 પર કારોબાર કરી રહ્યો છે. M&M 1.56 ટકા ઘટી 853.00 પર કારોબાર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી 1.33 ટકા ઘટી 7538.60 પર કારોબાર કરી રહ્યો છે. TCS 1.17 ટકા ઘટી 3149.95 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 1.04 ટકા ઘટી 1266.35 પર કારોબાર કરી રહ્યો છે.

બજારની તેજીમાં બેન્કિંગ શેર સૌથી આગળ છે. એને કારણે નિફ્ટી PSU ઈન્ડેક્સ એટલે કે સરકારી બેન્કોના ઈન્ડેક્સમાં 6.77%ની તેજી જોવા મળી છે. તેમાં SBIના શેર સૌથી વધુ 13% તેજી સાથે વેપાર કરી રહ્યા છે.

Next Story