Connect Gujarat
Featured

આર્થિક પેકેજને કારણે બજારમાં તેજી: સેન્સેક્સમાં 1,470 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 9,500ને પાર

આર્થિક પેકેજને કારણે બજારમાં તેજી: સેન્સેક્સમાં 1,470 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 9,500ને પાર
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાઈરસ રોગચાળાના કારણે કથળી રહેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે રૂપિયા 20 લાખ કરોડના વિષેશ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સમાચાર બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. બુધવારે શરૂઆતી કારોબાકમાં બંને સૂચકાંકોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેંજ(BSE)નો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 4.69 ટકા વધીને 1,474.36 પોઈન્ટના ઉછાળા સાથે 32,845.48 પર પહોંચ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજ(NSE)નો નિફ્ટી 4.22 ટકાના વધારા સાથે 315.85 પોઈન્ટના વધારા સાથે 9512.40 પર ખુલ્યો હતો.

આ પહેલા મંગળવારે BSEનો સેન્સેક્સ 190.10 પોઈન્ટ(0.60 ટકા)ના ઘટાડા સાથે 31,371.12 પર બંધ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 42.65 પોઈન્ટ (0.46 ટકા)ના ઘટાડા સાથે 9,196.55 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Next Story