Connect Gujarat
Featured

કોરોનાની વેકસીન પર છવાયા આફતના વાદળો, જુઓ વેકસીન બનાવતી કંપનીમાં શું બની ઘટના

કોરોનાની વેકસીન પર છવાયા આફતના વાદળો, જુઓ વેકસીન બનાવતી કંપનીમાં શું બની ઘટના
X

કોરોનાની વેકસીનનું નિર્માણ કરનારી પુણેની સીરમ ઇન્સટીટયુટના ટર્મિનલ - 1ના ચોથા અને પાંચમા ફલોરમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. કંપનીના જે પ્લાન્ટમાં આગ લાગી છે તે પ્લાન્ટમાં ટીબીથી બચવા માટેની રસી બનાવવામાં આવતી હોવાની વિગતો સપાટી પર આવી છે. 10થી વધારે ફાયર ફાયટર્સની ટીમ આગ પર કાબુ મેળવવા માટે કામે લાગી છે.....


કોરોનાની મહામારી પર કાબુ મેળવવા માટે વેકસીનની શોધ કરનારી પુણેની સીરમ ઇન્સ્ટીયુટમાં ગુરૂવારે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ-1ના ચોથા અને પાંચમા ફ્લોર પર ભીષણ આગ લાગી છે.આ લેબમાં ટીબીથી બચાવવા માટેની બીસીજીની વેક્સિન બનાવવામાં આવે છે. બિલ્ડિંગમાંથી ચાર કર્મચારીઓને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા છે. આ આગ પુણેની SSIની ઈમારતમાં ટર્મિનલ ગેટ-1 પાસે લાગી છે. આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી. અહીં વેક્સિનના કરોડો ડોઝ તૈયાર કરીને રાખવામાં આવ્યા છે. 300 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનું મોટે પાયે ઉત્પાદન કરવામાં આવે છે. ગયા વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું, જોકે હજી આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું ન હોવાની વિગતો સપાટી પર આવી છે. 10થી વધારે ફાયરફાયટર્સની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં.

Next Story