Connect Gujarat
Featured

LAC પર સમાધાન; લદ્દાખમાં પાછળ હટી રહ્યું છે ચીન

LAC પર સમાધાન; લદ્દાખમાં પાછળ હટી રહ્યું છે ચીન
X

ભારત અને ચીનની સેનાઓ લદાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે અને પેંગોંગ તળાવ વિસ્તારમાં વિસ્થાપન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથસિંહે ગુરુવારે સંસદમાં આ માહિતી આપી હતી. ભારત-ચીન ગતિવિધિને દૂર કરવા રાજ્યસભામાં ભારત સરકારના પ્રયત્નો અંગે બોલતા તેમણે કહ્યું કે ‘આ વાતચીતમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ છે અને અમે આ વાતચીતમાં કંઈપણ ગુમાવ્યા નથી.’ તેમણે કહ્યું કે પેનગોંગ તળાવની ઉત્તરીય અને દક્ષિણ બાજુએ બંને દળોએ ડિસેન્જેશન માટે કરેલી સંમતિ મુજબ તેમની સેના પાછી ખેંચવાનું શરૂ કર્યું છે અને બાકીના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રક્ષામંત્રીએ કહ્યું હતું કે ચીન દ્વારા ગત વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ઇસ્ટર્ન લદાખની સીમા પાસે મોટી સંખ્યામાં સેના અને ગોળા-બારૂદ ભેગો કરી લીધો હતો. ચીને LAC પાસે ઘણી વખત ટ્રાન્સપ્લેશનનો પણ પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ એ તમામ સશસ્ત્ર પ્રયાસોનો વળતો જવાબ આપ્યો. આ ગૃહ સાથે આખા દેશ એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમણે સીમાની રક્ષા કરતાં બલિદાન આપ્યું હતું.

રક્ષામંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બરથી બન્ને પક્ષો વચ્ચે મિલિટરી અને ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી છે. અમારું લક્ષ્ય છે કે LAC પર ડિસએન્ગેજમેન્ટ અને યથાસ્થિતિ યથાવત્ થાય, જેથી શાંતિ ફરીથી સ્થાપિત થઈ શકે.

તેમણે વધુમાં કહ્યું, ચીને 1962માં લદાખની અંદર 38 હજાર ચો. કિમી વિસ્તાર પર અનધિકૃત રીતે કબજો કરી રાખ્યો છે. આ સિવાય પાકિસ્તાને PoKમાં 5,180 ચો. કિમી જમીન ગેરકાયદે રીતે ચીનને આપી દીધી. આ રીતે ચીનનો ભારતની લગભગ 43 હજાર ચો. કિમી જમીન પર કબજો છે. તો આ તરફ ચીન અરુણાચલ પ્રદેશની પણ 9 હજાર ચો. કિમી જમીન પોતાનો ગણાવે છે.

રક્ષામંત્રીના રાજ્યસભામાં નિવેદન આપ્યાના એક દિવસ પહેલાં એટલે કે બુધવારે ચીની સરકારે દાવો કર્યો કે લદાખમાં LAC પર ભારત સાથે નવ મહિનાથી ચાલી રહેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. ચીનના જણાવ્યા પ્રમાણે, બુધવારે બન્ને તરફથી ફ્રન્ટલાઈન પર તહેનાત સૈનિકોની એકસાથે વાપસી શરૂ થઈ. આ પહેલાં ચીની મીડિયાએ પણ દાવો ક્યો હતો કે પેંગોંગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારથી ભારત-ચીનની સેનાએ ડિસએન્ગેનમેન્ટની પ્રોસેસ શરૂ કરી દીધી છે.

ગત વર્ષે 20 જાન્યુઆરીએ સિક્કિમના નાકુલામાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જોકે ત્યારે બન્ને સેનાના કમાન્ડર્સે નક્કી પ્રોટોકોલ હેઠળ વિવાદનું સમાધાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીને LAC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ એનો જવાબ આપતાં ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. અથડામણમાં ચીનના 20 અને ભારતના ચાર જવાન ઘાયલ થયા હતા.

Next Story