Connect Gujarat
ગુજરાત

કરજણ તાલુકાના હલદરવા ગામમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

કરજણ તાલુકાના હલદરવા ગામમાં ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
X

પાલેજ ઇન્ડેન ગેસ દ્વારા લાભાર્થીઓને ગેસ કિટ્સનું વિતરણ કરાયું

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામમાં શુક્રવારના રોજ સાંસરોદ અને હલદરવા ગામનો ચોથા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રેશનકાર્ડ, આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, માં કાર્ડ, ચૂંટણી કાર્ડ, ગેસ કનેકશન વિગેરે કામગીરી લોકોની સરળતા માટે સ્થળ પર જ કરવામાં આવી હતી. પાલેજ ઇન્ડેન ગેસ દ્વારા લાભાર્થીઓને ગેસ કિટ્સનું વિતરણ કરાયું હતું.

આ સેવાસેતુ કાર્યક્રમમાં કરજણના તાલુકા વિકાસ અધિકારી કરમસિંહ દેસાઇ, નાયબ મામલતદાર, નાયબ મામલતદાર પુરવઠા અધિકારી, હલદરવા ગામના સરપંચ બશીરશા દિવાન તેમજ તલાટી કમ મંત્રી ગણેશ પરમાર હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેસરાડ ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા સદસ્ય સહિત ગ્રામજનોએ ઉપસ્થિત રહી સેવાસેતુ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Next Story