Connect Gujarat
ગુજરાત

શામળાજી પોલિસને મોટી સફળતા : 'ડાક પાર્સલ' લખેલ મિની ટ્રકમાં રૂપિયા 10.44 લાખનો વિદેશી દારૂ પકડ્યો

શામળાજી પોલિસને મોટી સફળતા : ડાક પાર્સલ લખેલ મિની ટ્રકમાં રૂપિયા 10.44 લાખનો વિદેશી દારૂ પકડ્યો
X

રતનપુર ચેકપોસ્ટ પરથી અધધ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શામળાજી પોલીસની આંખમાં ધૂળ નાખવા 'ડાક પાર્સલ' લખેલી મિની ટ્રકની પાછળ “બેટી બચાવો બેટી પઢાઓ” અને “સ્વચ્છ ભારત” સ્લોગન લખી મિની ટ્રકમાં પાર્સલ બનાવી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું ષડયંત્રો રચાયું હતું. જો કે અરવલ્લી જિલ્લાની શામળાજી પોલિસે બુટલેગરોનો આ કિમિયો નિષ્ફળ બનાવી દીધો છે. મિની ટ્રકમાં સંતાડેળો રૂપિયા 10.44 લાખનો વિદેશી દારૂ શામળાજી પોલિસએ ઝડપી પાડી ટ્રક ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કેતન વ્યાસ અને તેમની ટીમે પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે. ત્યારે શામળાજી પોલીસે વેણપુર ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતા 'ડાક પાર્સલ' લખેલ મિની ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-2088 પકડી પાડી છે, જેની કિંમત રૂપિયા 10,44,000 નો દારૂ સાથે ટ્રક ચાલક સોનુ મનોહરલાલ ચમાર ની ધરપકડ કરી છે. આ સાથે જ મિની ટ્રક કિંમત રૂપિયા 10,00,000 તથા મોબાઈલ નંગ-1 કિંમત રૂપિયા 500 મળી કુલ 20,44,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ દારૂ ભરી આપનાર બુટલેગર અનિલકુમાર સતબીરસીગ ભામબુ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story