Connect Gujarat
ગુજરાત

શામળાજી પોલીસે મિની ટ્રકમાંથી ૭.૨ લાખ અને મહિન્દ્રા એકસયુવી માંથી ૪૩ હજારનો દારૂ ઝડપ્યો, ૪ શખ્સ દબોચાયા

શામળાજી પોલીસે મિની ટ્રકમાંથી ૭.૨ લાખ અને મહિન્દ્રા એકસયુવી માંથી ૪૩ હજારનો દારૂ ઝડપ્યો, ૪ શખ્સ દબોચાયા
X

શામળાજી પોલીસે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં - 8 પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ હાથ લાગી રહ્યો છે. શામળાજી પીએસઆઈ કે.વાય.વ્યાસે બાતમીના આધારે વેણપુર ગામ નજીક મિની ટ્રકમાંથી 7.2 લાખનો વિદેશી દારૂ ઝડપી 2 શખ્શની ધરપકડ કરી અન્ય એક મહિન્દ્રા એકસયુવી ગાડી માંથી 43 હજારનો વિદેશી દારૂ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી બંને ગુન્હામાં મદદગારી કરનાર 2 શખ્સોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="96778,96779,96780,96781"]

રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું શામળાજી પોલીસે તપાસ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે આવતી મહિન્દ્રા એકસયુવી જીપ (ગાડી.નં.RJ 02 UA 4116 ) ને અટકાવી પાછળની સીટમાં રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૧૪૪ કિં.રૂ.43,200/- સાથે પ્રમોદસિંહ વિનોદસિંહ રાવત અને પ્રવિણસિંહ મનોહર સિંહ રાવત (બંને.રહે,મેન બજાર જવાજા,અજમેર) ને દબોચી લઈ મહિન્દ્રા એકસયુવી જીપ કિં.રૂ.5,00000/ તથા મોબાઈલ નંગ- 3 કિં.રૂ.3000/- મળી કુલ રૂ. 5,46,200/- નો મુદ્દામાલ જપ્ત કરી મહિન્દ્રા એકસયુવીના બુટલેગર માલિક બંટીસિંહ લક્ષમણસિંહ ચૌહાણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મહિન્દ્રા એકસયુવી જીપમાંથી વિદેશી દારૂ ઝડપાયા થોડાક કલાકોમાં શામળાજી પીએસઆઈ કેતન વ્યાસને રાજસ્થાન તરફથી બુટલેગરો મિનિટ્રકમાં વિદેશી દારૂ ઘુસાડવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા વેણપુર ગામની સીમમાં નાકાબંધી કરી વીંછીવાડા તરફથી આવતી મિનિટ્રક (ગાડી.નં-HR 47 B 5603 ) ને અટકાવી ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૩૪૦ કિં.રૂ.702000/- ના જથ્થા સાથે વિનોદ ચંદ્રપાલ યાદવ (રહે,ભગથલા, હરિયાણા) અને રોહિત રાજેશ મક્કડ(રહે,ખરખડા,હરિયાણા) ને દબોચી લઈ મિનિટ્રક કીં.રૂ.500000/- તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.1000/- મળી કુલ.રૂ. 1203000/- નો મુદ્દામાલ જપ્ત કરી મિનિટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના માનસરના બુટલેગર ધીરજ યાદવ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story