Connect Gujarat
Featured

સિંગર એલન મેરિલનું કોવિડ-19ના કારણે મોત

સિંગર એલન મેરિલનું કોવિડ-19ના કારણે મોત
X

પ્રખ્યાત ગીત લેખક અને 'આઈ લવ રોક એન રોલ'ના ઓરિજનલ ગીતને ગાનારા સિંગર એલન મેરિલનું પણ કોરોનાને કારણે મોત થયું છે. 69 વર્ષીય ગાયકની દિકરીએ તેમના મોતના સમાચાર આપ્યા છે.

મ્યૂજિશિયન અને 'આઈ લવ રોક એન રોલ'ના ઓરિજનલ ગીતને ગાનારા સિંગર એલન મેરિલનું કોરોનાને કારણે રવિવારે મોત થયું છે. સિંગર 69 વર્ષના હતા.આ સમાચાર તેમની દિકરી લૈરા મેરિલે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યા છે.તેમણે લખ્યું કે, 'કોરોના વાઇરસે આજે સવારા મારા પિતાનો જીવ લઇ લીધો છે.'લૌરાએ પોતાના ફેસબુક પેજમાં આગળ લખ્યું કે,'હું દોળીને આવી અને મને ગુડ બાઈ કેવા માટે 2 મિનિટનો સમય મળ્યો હતો. તેમનું મન શાંત લાગી રહ્યું હતું.'સ્વર્ગીય મ્યૂજિશિયન 'ધ એરો' બેન્ડના સભ્ય હતા. અહેવાલ મુજબ, બેન્ડમાં સામેલ થયાના થોડા સમય બાદ તેમણે 'આઈ લવ રોક એન રોલ' ગીત લખ્યું હતું જેને બેન્ડે 1975માં રિલીઝ કર્યું હતું.

અમેરિકન સિંગર અને ગીત લેખક જોઆન જેટે પણ મેરિલના નિધન પર દુઃખ વ્યક્ત કરી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ' મને હવે સમાચાર મળ્યા કે મેરિલ આપડી વચ્ચે નથી રહ્યા. પરિવાર, મિત્રો અને સમગ્ર મ્યૂઝિક કમ્યૂનિટીને મારો પ્રેમ અને સહાનુભૂતિ.'મેરિલ ઉપરાંત ગ્રૈમી વિજેતા જો ડેફીનું પણ રવિવારે અવસાન થયું છે. તેઓ 61 વર્ષના હતા. આ ઉપરાંત કોરોનાથી મરનારા સેલેબ્સમાં જોપાની કોમેડિયન કેન શિમુરા અને અભિનેતા માર્ક બ્લમનું પણ નામ છે.

Next Story