Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીરમાં સરકારનો લોકસંપર્ક, 6 મહિના પછી 36 મંત્રીઓ જશે પ્રદેશની મુલાકાતે

જમ્મુ-કાશ્મીરમાં સરકારનો લોકસંપર્ક, 6 મહિના પછી 36 મંત્રીઓ જશે પ્રદેશની મુલાકાતે
X

આર્ટીકલ 370 કલમ દૂર કર્યા બાદ છ મહિના પછી સરકારના મંત્રીઓનું એક જુથ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની

મૂલાકાત લેશે. પ્રદેશમાં સકારાત્મક પ્રભાવો અને રાજ્ય

માટે સરકારની વિકાસ નીતિઓ વિશે લોકસંપર્ક સાધશે. સૂત્રો મુજબ જમ્મુ-કાશ્મીરમાં

લોકસંપર્ક નીતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પહેલ છે.

પીયુષ ગોયલ, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઇરાની, અનુરાગ ઠાકુર, વીકે સિંહ, હરદીપ સિંહ પુરી, આરકે સિંહ, ગિરિરાજ સિંહ, સાધ્વી નિરંજન

જ્યોતી સહિતના કેન્દ્રિય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓનો આ સમૂહમાં સમાવેશ થાય છે. 18થી 23 જાન્યુઆરી

દરમિયાન નેતાઓ કેન્દ્ર શાસિત

પ્રદેશ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે. તેઓ જમ્મુમાં 51

અને શ્રીનગરમાં આઠ મળી કુલ 60 સ્થળોએ કાર્યક્રમો યોજી લોકસંપર્ક બનાવશે.

આર્ટીકલ 370 હટાવવા

પાછળ સરકારની નીતિઓ અને રાજ્યને થનાર ફાયદાઓ વિષે જાણકારી આપવાના ઉદ્દેશ્ય

સાથે કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમ યોજવા પાછળ એમ પણ મનાઈ રહ્યું છે કે, કેન્દ્ર શાસિત

પ્રદેશમાં લાદેલ પ્રતિબંધો, લાંબા સમયથી સંચાર

સેવાઓ પર રોક અને પ્રદેશમાં નેતાઓની નજરકેદ જેવા મુદ્દાઓ સામે ઉઠેલા સવાલોનો સરકાર

ઉકેલ લાવી શકે.

ઉલ્લેખનીય છે કે

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા પછી પહેલી વાર અમેરિકન રાજદૂત કેનેથ જસ્ટર

સહિત 15 દેશોના પ્રતિનિધિઓએ ગત અઠવાડિયે પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે

પ્રદેશમાં નેતાઓને નજરકેદમાં રાખવા અને ઇન્ટરનેટ સેવા બંધ રાખવા સામે ચિંતા વ્યક્ત

કરી હતી.

Next Story