Connect Gujarat
દેશ

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સબરીમાલા મંદિર અંગે શું કહ્યું, વાંચો અહીં

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સબરીમાલા મંદિર અંગે શું કહ્યું, વાંચો અહીં
X

સ્મૃતિ ઈરાનીએ કહ્યું- ''પૂજા મારો અધિકાર છે પરંતુ મને અપવિત્ર કરવાનો નહીં''

સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય જારી કર્યા બાદ હજી પણ કેટલીંક મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળ્યો નથી. ત્યારે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમ દરમિયાન આ સંદર્ભે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, એક કેબિનેટ મંત્રી હોવાના કારણે હું સુપ્રીમ કોર્ટના નિર્ણય વિશે કશું ન કહી શકું. પરંતુ શું તમે બ્લડવાળાં સેનેટરી પેડ્સ સાથે તમારા મિત્રના ઘરે જાઓ છો? તો તમે ભગવાનના ઘરે કેવી રીતે જઈ શકો?

https://twitter.com/smritiirani/status/1054648963326980096

એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, પૂજા મારો અધિકાર છે પરંતુ મને અપવિત્ર કરવાનો નહીં. બાદમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રીય મંત્રીના આ નિવેદન વિશે ઘણાં સવાલો ઉભા થયા ત્યારે સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, આ ફેક ન્યૂઝ છે અને તેઓ ટૂંક સમયમાં જ આ વિશે વીડિયો રીલિઝ કરશે.

Next Story