Connect Gujarat
ગુજરાત

SOG પોલીસની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો આરોપી ઝડપાયો

SOG પોલીસની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો આરોપી ઝડપાયો
X

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ચાર્ટરની કામગીરી કરવા અન્વયે ખોટી એસ.ઓ.જી પોલીસ તરીકેની ઓળખ આપી કૌભાંડમાં સંડોવી દેવાની ધમકી આપી ફરીયાદીની વ્યાવસાયિક અને સામાજીક પ્રતિષ્ઠાને નુક્શાન પહોચાડવાની વાતો કરી ફરીયાદીને ધમકી આપી ફરીયાદી પાસેથી ઠગાઇ કરી રૂપીયા કઢાવવા પ્રયત્ન કરતો હોવાથી ફરીયાદીએ ભરૂચ એસ.ઓ.જી પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ કામના આરોપીને પકડવા છટકુ ગોઠવ્યું હતું.

પ્રજામાં પોલીસની છબી સારી બને અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક બને તે પ્રકારે અત્રે ફરીયાદ કરવા આવેલ ફરીયાદી યાસીન ઈમ્તિયાઝ પટેલ રહે. સી/ર૯ અમનપાર્ક દહેજ બાયપાસ રોડ ભરૂચની ફરીયાદને આધારે આરોપી આરીફ અબ્દુલ્લા પટેલ (મકોડીયા) રહે કંથારીયા તા.જી ભરૂચને ઝડપી પાડવા છટકું ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહિ કરવામાં આવી હતી.

સાથે જિલ્લા પોલીસ વડાએ ભરૂચ જિલ્લાના નાગરીકોને ભરૂચ જિલ્લા પોલીસ વતી નમ્ર અપીલ કરી છે કે પોલીસના નામે ખોટી રીતે ધમકાવી કાયદા વિરુધ્ધનું કોઇ કૃત્ય કરતા હોય તો તેવા ઇસમો વિરુધ્ધ કાર્યવાહિ કરવા તાત્કાલિક ભરૂચ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Next Story
Share it