Connect Gujarat
ગુજરાત

સોમનાથના ચરણોમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘણી, વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું

સોમનાથના ચરણોમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘણી, વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું
X

વાયુનું મોટું સંકટ ગુજરાતના માથા પરથી ટળ્યું છે. આવતીકાલે સવારે 9 વાગ્યે સૂધી આ વાવાઝોડું દ્વારકાથી દૂર ઓમાન તરફ ફંટાઈ જશે. જેને પરિણામે ગુજરાતના કાંઠા વિસ્તારમાં બહુ ગંભીર અસર નહિ પડે. બુધવારે સવારે જ આ સમાચાર મળતા લોકો તથા સાથે જ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. લગભગ બે દિવસથી બચાવ કામગીરી અને આગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા હતા. મોટાપાયે 3 લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ અને આર્મીની ટીમ ખડેપગે રહીને કામગીરી કરી રહી હતી. આ સંકટ ટળે તે માટે દેશભરમાંથી પ્રાર્થના કરવામાં આવી હતી. તો ભાજપના નેતાઓ સંકટ ટળતા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે સોમનાથમાં માથુ ટેકવ્યું હતું.

Next Story