Connect Gujarat
ગુજરાત

વાયુ વાવાઝોડાને પગલે સોમનાથ મહાદેવનું મંદિર ધુળની ડમરી થી ઢંકાયુ

વાયુ વાવાઝોડાને પગલે સોમનાથ મહાદેવનું મંદિર ધુળની ડમરી થી ઢંકાયુ
X

વાયુ વાવાઝોડાને દીવ અને વેરાવળના દરિયાકાંઠે ત્રાટકવાને ઘણા કલાકો બાકી છે. તેમ છતા તેની અસર કલાકો પહેલા જ શરુ થઈ ચુકી છે. વહેલી સવારથી દીવ ખાતે ધોધમાર વરસાદ શરૂ થઈ ચુક્યો હતો. ત્યારે બપોરના 3 વાગ્યા બાદ સોમનાથ ખાતે પણ ભારે પવન ફુંકાવાના શરૂ થઈ ચુક્યા છે.

જેને લઈને સોમનાથ મહાદેવના મંદિરના પંટાગણમા પણ ધુળની ડમરીઓ ઉંચે ઉડતી જોવા મળી હતી. ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચિતમા સોમનાથ ટ્ર્સ્ટના ટ્ર્સ્ટી પિ.કે.લહેરી એ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરની સુરક્ષાની તમામ પ્રક્રિયા પુર્ણ કરી લેવામા આવી છે. મંદિરની આસપાસના તમામ હાઈ ટાવર ઉતારી લેવામા આવ્યા છે. તો સાથો સાથ બાંધકામ, ધ્વજારોહણ અને સમારકામ માટે બનાવેલ પ્લેટફોર્મ હાલની પરિસ્થિતીને ધ્યાનમા લેતા ઉતારી લેવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દાયકામા સોમનાથ મંદિર માટે આજે ત્રીજુ મોટુ વાવઝોડુ છે.

Next Story