દિલ્લી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસનો બીજો દિવસ, થઈ શકે છે મહત્વની ડીલ

0
74

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમદાવાદમાં ભવ્ય સ્વાગત બાદ ડોનાલ્ડ ટ્રંપ અને મિલેનિયા ટ્રંપનું દિલ્લીના રાજભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજભવનમાં શાહી સ્વાગત બાદ અમેરિકન પ્રેસિડેંટ ડોનાલ્ડ ટ્રંપ અને અમેરિકન ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રંપ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપવા બંને મહાન હસ્તીઓ રાજઘાટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પૂરી તેમની સાથે રહ્યા હતા. અહી તેમણે ગાંધીજીને પુષ્પાર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યાર બાદ બંને એ વૃક્ષારોપણ કર્યું હતું.

રાજઘાટ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને મિલેનિયા ટ્રંપ પ્રતિનિધિ મંડળ સાથે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ આવકાર આપી હાઉસમાં એન્ટ્રી લીધી હતી. અહીં બંને દેશો વચ્ચે મહત્વની ડીલ પર હસ્તાક્ષર તેમજ ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ બંને દેશોની સંયુક્ત પ્રેસ કોન્ફરેંસ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here