Connect Gujarat
દુનિયા

સોનુ નિગમે બીઆર ચોપરા તથા મુકેશ ખન્નાની સામે ‘મહાભારત’નું ટાઈટલ સોંગ ગાયું હતું

સોનુ નિગમે બીઆર ચોપરા તથા મુકેશ ખન્નાની સામે ‘મહાભારત’નું ટાઈટલ સોંગ ગાયું હતું
X

કોરોનાવાઈરસને કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લૉકડાઉનને કારણે સોનુ નિગમ દુબઈમાં ફસાઈ ગયો છે. હાલમાં જ સોનુ નિગમે એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયો 31 વર્ષ જૂનો છે. આ વીડિયોમાં સોનુ નિગમ સિરિયલ ‘મહાભારત’નું ટાઈટલ સોંગ ગાતો જોવા મળે છે.

સોનુ નિગમે આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘ઈન્દોરના તાલકટોરા સ્ટેડિયમમાં 17 સપ્ટેમ્બર 1989માં યોજાયેલ કોન્સર્ટમાં ‘મહાભારત’નું ટાઈટલ સોંગ ગાયું હતું. તે સમયે યુ ટ્યૂબ જેવું કોઈ પ્લેટફોર્મ નહોતું. મેં આખું ગીત યાદ કર્યું હતું.’ આ સમયે સોનુ નિગમની ઉંમર 16 વર્ષની હતી. કોન્સર્ટમાં બી આર ચોપરા તથા સિરિયલમાં ભીષ્મ પિતામહનો રોલ પ્લે કરનાર મુકેશ ખન્ના પણ હાજર રહ્યાં હતાં. નોંધનીય છે કે સિરિયલમાં ‘અથ શ્રી મહાભારત કથા’ ટાઈટલ સોંગ મહેન્દ્ર કપૂરે ગાયું હતું અને સંગીત રાજ કમલે આપ્યું હતું.
https://www.instagram.com/tv/B_xOWuMBaAN/?utm_source=ig_embed


સોનુ નિગમે 1990માં ફિલ્મ ‘જનમ’થી બોલિવૂડમાં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. 1992માં સોનુ નિગમને બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન ‘મહાભારત’ દૂરદર્શન પર ફરી વાર પ્રસારિત કરવામાં આવી હતી. હવે, આ સિરિયલ કલર્સ ચેનલ પર આવે છે.

Next Story