Connect Gujarat
ગુજરાત

દક્ષિણ ગુજરાતના ૧૦ થી વધુ ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો

દક્ષિણ ગુજરાતના ૧૦ થી વધુ ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો
X

દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં પ્રિમોન્સુન એક્ટીવીટી સર્જાવાની આગાહી વચ્ચે શુક્રવારે ચીખલી તેમજ વલસાડના અટગામ પટ્ટીના ગામોમાં વહેલી સવારે માવઠું પડયું હતું. પંદર મિનિટ સુધી ચાલેલા કમોસમી વરસાદને પગલે વિસ્તારમાં સવારે દસ વાગ્યા સુધી ઠંડક રહી હતી પરંતુ ત્યાર બાદ બફારાનો માહોલ છવાયો હતો.

જયારે બીજી તરફ સુરત શહેરમાં તાપમાનનો પારો એક ડિગ્રી વધતા આજે ગરમી છવાયેલી રહી હતી.સાબરકાંઠાના પોશીનામાં મોડીરાત્રે વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના હવામાનમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે પવનના કારણે કાચા મકાનોને નુકસાન થયું છે. આ સિવાય કેટલાક વિસ્તારમાં વીજપોલ પડવાથી લાઈટો ગુલ થઇ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. તે જ રીતે બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. બનાસકાંઠાના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહીના પગલે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.

અંબાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો.અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભિલોડામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાશેરા, કંપા, સુનોખમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. આ સિવાય મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. હાલ વાવાઝોડાને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ થયું છે.વલસાડ તાલુકાના અટગામ પટ્ટી પર શુક્રવારે વહેલી સવારે ૬ થી ૮ વાગ્યા દરમ્યાન ધનોરી સહિત ૧૦ થી વધુ ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડયો હતો. ધનોરી ગામમાં સૌથી વધુ વરસાદ પડયો હતો.

આશરે ૧૫ મિનિટ સુધી પડેલા વરસાદને કારણે રસ્તાઓ ભીના થઇ ગયાં હતા.વલસાડ તાલુકાના ધનોરી, અટગામ, ફણસવાડા, ખજુરડી, તીઘરા સહિત ૧૦ થી વધુ ગામોમાં શુક્રવારે વહેલી સવારે અચાનક આકાશમાં વાદળો છવાઇ ગયા બાદ વરસાદ પડવા માંડયો હતો. સૌથી વધુ વરસાદ ધનોરી ગામમાં પડયો હતો. ગામના કણબીવાડથી પટેલ ફળિયા સુધીમાં આશરે ૧૫ મિનિટ સુધી પડેલા વરસાદથી ક્યાંક કૈંડા ભરાઇ ગયાં હતાં. ધનોરીને લાગુ અન્ય ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લોકોને ગરમીથી થોડી રાહત થઇ હતી.ખેડૂતોના મતે માવઠાંને કારણે કેરીનું કદ વધશે.

Next Story