Connect Gujarat
Featured

દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસનો કહેર, 594 નવા કેસ આવ્યા સામે

દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસનો કહેર, 594 નવા કેસ આવ્યા સામે
X

ચીનમાં મહામારી બનેલા કોરોના વાયરસની ચપેટમાં દક્ષિણ કોરિયા પણ આવી ગયું છે. દક્ષિણ કોરિયામાં 594 નવા કેસો સામે આવ્યા છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના ચેપથી પીડિત દર્દીઓની સંખ્યા 2,931 પર પહોંચી ગઈ છે. કોરિયર સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન દ્વારા આ માહિતી અપાઈ છે.

દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાયા બાદ રોગ નિયંત્રણ અને નિવારણ માટે ચીન પણ મદદ માટે આગળ આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચાઓ લિચ્યેનએ શુક્રવારે કહ્યું હતું કે ચીન દક્ષિણ કોરિયા અને જાપાનમાં કોવિડ -19 રોગચાળાના પ્રસાર પર નજર રાખી રહ્યું છે.

Next Story