નાસાને આ મિશન પાછળ રૂપિયા 7044 કરોડનો ખર્ચ થયો છે.

નાસાનો રોબોટિક માર્સ લેન્ડરને મંગળ ગ્રહ ઉપર સફળતાથી ઉતરણ કરીને વધુ એક આયામને સર કરી લીધો છે. નાસાના જણાવ્યા પ્રમાણે પહેલીવાર એક્સપેરિમેન્ટલ સેટેલાઈટે કોઈ સ્પેસક્રાફ્ટનો પીછો કરીને તેના ઉપર નજર રાખી છે. નાસાને આ મિશન પાછળ રૂપિયા 7044 કરોડનો ખર્ચ થયો છે. આ બંને સેટેલાઈટ મંગળ પર પહોંચી રહેલા સ્પેસક્રાફ્ટથી છ હજાર મીલ પાછળ ચાલી રહ્યા છે. નાસાએ આ વર્ષે જ 5 મે ના રોજ કેલિફોર્નિયાના વંડેનબર્ગ એરફોર્સ સ્ટેશનથી એટલસ વી રોકેટ દ્વારા માર્સ લેન્ડર લોન્ચ કર્યો હતો.

નાસાએ બનાવેલા 358 કિલોના ઈનસાઈટનું આખુ નામ ‘ઈન્ટીરિયલ એક્સપ્લોરેશન યૂઝિંગ સિસ્મિક ઈન્વેસ્ટિગેશન’ છે. સૌર ઉર્જા અને બેટરીથી ચાલતુ આ યાન 26 મહિના સુધી કામ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. 7000 કરોડના આ મિશનમાં યુએસ, જર્મની, ફ્રાન્સ અને યુરોપ સહિત 10થી વધારે દેશોના વૈજ્ઞાનિકો સામેલ છે.

નાસાના ઈનસાઈટ પ્રોજેક્ટના મુખ્ય વૈજ્ઞાનિક બ્રુસ બેનર્ટનાં કહેવા પ્રમાણે આ એક ટાઈમ મશીન છે. જે જણાવશે કે 4.5 અબજ વર્ષ પહેલા મંગળ, ધરતી અને ચંદ્ર જેવા પથરાળા ગ્રહો કેવી રીતે બન્યા હતા. આ સેટેલાઈટનું મુખ્ય મશીન સિસ્મોમીટર એટલે કે ભૂકંપની માપણીનું છે. જેને ફ્રાન્સની અંતરિક્ષ એજન્સીએ બનાવ્યું છે. લેન્ડિગ પછી રોબોટિક આર્મ પર સેસ્મોમીટર લગાવશે. બીજું મુખ્ય મશીન સેલ્ફ હેમરિંગ છે. જે ગ્રહ પર ઉષ્માના પ્રવાહને નોંધશે.

ઈનસાઈટ માટે લેન્ડિંગનો છથી સાત મિનિટનો સમય ખૂબ જ મહત્વનો રહ્યો હતો. આ દરમિયાન તેનો પીછો કરી રહેલા બંને સેટેલાઈટ દ્વારા સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકોની નજર ઈનસાઈટ પર રહી હતી. ડિઝની કેરેકટરના નામવાળા આ સેટેલાઈટ ‘વોલ-ઈ’ અને ‘ઈવ’એ આઠ મિનિટમાં ઈનસાઈટ મંગળ પર ઉતરી ગયો હોવાની માહિતી ધરતી સુધી પહોંચાડી હતી. નાસાએ સમગ્ર મિશનનું લાઈવ કવરેજ કર્યું હતું.



LEAVE A REPLY