Connect Gujarat
Featured

અમદાવાદ-નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક દોડશે વિશેષ ટ્રેનો

અમદાવાદ-નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક દોડશે વિશેષ ટ્રેનો
X

કોરોના કાળમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસન દ્વારા અમદાવાદ-નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 01138/01137 અમદાવાદ - નાગપુર - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ

ટ્રેન નંબર 01138 અમદાવાદ - નાગપુર સુપરફાસ્ટ સ્પેશિયલ 21 જાન્યુઆરી 2021થી આગળની સૂચના સુધી અમદાવાદથી દર ગુરુવારે 18:30 વાગ્યે ચાલીને બીજા દિવસે 10:25 વાગ્યે નાગપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01133 નાગપુર - અમદાવાદ સ્પેશિયલ 20 જાન્યુઆરી, 2021થી આગળની સૂચના સુધી દર બુધવારે નાગપુરથી સવારે 08:15 વાગ્યે ચાલીને રાત્રે 00:35 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર જલગાંવ, ભુસાવાલ, મલકાપુર, શેગાંવ, અકોલા, વડનેરા અને વર્ધા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રેહશે.

ટ્રેન નંબર 01087/01088 વેરાવળ-પુણે-વેરાવળ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન

ટ્રેન નંબર 01087 વેરાવળ - પુણે સાપ્તાહિક સ્પેશ્યલ 23 મી જાન્યુઆરી 2021થી આગળ ની સુચના સુધી દર શનિવારે સવારે 10: 45 વાગ્યે વેરાવળથી ચાલશે અને બીજા દિવસે સવારે 07:35 વાગ્યે પુણે પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 01088 પૂણે - વેરાવળ સાપ્તાહિક સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે 20:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 16:25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં કેશોદ, જુનાગઢ, નવાગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, દહાણુ રોડ, વસાઇ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જે.એન., કરજત અને લોનાવલા સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન નંબર 01138 નું બુકિંગ 21 જાન્યુઆરી 2021 થી અને ટ્રેન નંબર 01087 નું બુકિંગ 20 જાન્યુઆરી 2021 થી નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. સંબંધિત વિશેષ ટ્રેનોના સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

Next Story