Connect Gujarat
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકાની ટુર પહેલા ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ ઇજાગ્રસ્ત, મુશ્કેલીમાં વધારો

ભારતે હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. પરંતુ ઘણા ખેલાડીઓની ઈજાના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકાની ટુર પહેલા ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ ઇજાગ્રસ્ત, મુશ્કેલીમાં વધારો
X

ભારતે હવે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. પરંતુ ઘણા ખેલાડીઓની ઈજાના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. અહેવાલ છે કે ઓછામાં ઓછા ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે અને તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે. જેના કારણે આ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જઈ શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીઓમાં ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ અને શુભમન ગિલનો સમાવેશ થાય છે.મીડિયા રિપોર્ટ મુજબ, આ ચારેય ખેલાડીને સંપૂર્ણ રીતે ફિટ થવામાં થોડાક મહિના લાગી શકે છે. રવિન્દ્ર જાડેજા અને ઈશાંત ઈજાના કારણે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ રમી શક્યા ન હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાડેજાને લિગામેન્ટ ટિયર થઇ જવાથી પીડાઈ રહ્યો છે. બીજી તરફ ઈશાંતની આંગળી ડિસલોકેટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ઈશાંત કરતાં રવિન્દ્ર જાડેજાની ઈજાના વધુ ખરાબ સમાચાર છે. ટીમ ઈન્ડિયા પાસે ઈશાંતના વિકલ્પ તરીકે ખેલાડીઓ છે, પરંતુ જાડેજાના વિકલ્પનો અભાવ છે. કારણ કે ડાબોડી સ્પિનર અને બેટ્સમેન અક્ષર પટેલ પણ ફિટ નથી. તે સ્ટ્રેસ ફ્રેક્ચરથી પીડિત છે. આ કારણે હવે પસંદગીકારો સમક્ષ સમસ્યા એ છે કે આ બંનેના વિકલ્પ તરીકે કોઈ નથી. આર અશ્વિન દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતનો મુખ્ય સ્પિનર હશે. જો કે ત્યાં બે સ્પિનરોની જગ્યા નથી, પરંતુ જાડેજા અને અક્ષર બેટ સાથે પણ સારું યોગદાન આપે છે.

Next Story