Connect Gujarat
સ્પોર્ટ્સ

આઇપીએલ ફાઇનલમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે, અનેક હસ્તીઓ રહેશે હાજર

ફરી એકવાર અમદાવાદ દુનિયાની સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોથી ખીચોખીચ ભરેલું જોવા મળશે

આઇપીએલ ફાઇનલમાં રંગારંગ કાર્યક્રમ યોજાશે, અનેક હસ્તીઓ રહેશે હાજર
X

ફરી એકવાર અમદાવાદ દુનિયાની સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોથી ખીચોખીચ ભરેલું જોવા મળશે. કારણ કે, આ વખતે સ્ટેડિયમમાં IPL 2022ની ક્વાલિફાયર અને ફાઈનલ મેચ રમાવાની છે. જેના ભાગ રૂપે આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાનની ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચશે તેને લઈને અહીં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અહીં આઈપીએલની ફાઈનલ મેચ રમાવાની છે

અમદાવાદ ખાતે આ વખતે IPL 2022ની ક્વોલિફાયર -2 મેચ તેમજ IPL ફાઇનલ મેચ રમાવાની છે. જેના ભાગરૂપે આજે ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાનની ટીમ અમદાવાદ પહોંચશે મહત્વનું છે કે, શુક્રવારે ક્વોલિફાયર-2ની વિજેતા ટીમો મેચ રમાશે.ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022 ફાઈનલ મેચ રમાશે. મહત્વનું છે કે, ફાઇનલ અગાઉ સમાપન સમારંભમાં રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ કલાકાર કાર્યક્રમમાં પર્ફોમન્સ આપશે. આ સાથે આઝાદીના અમૃત મહોત્સવ ના સંદર્ભમાં ભારતીય ક્રિકેટની સફરને દર્શાવાશે. આઇપીએલ ફાઇનલમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી જાય શાહ રાજીવ શુક્લા પણ ઉપસ્થિત રહેશે તો ગુજરાતી ગાયક કલાકારો પણ પોતાનું પર્ફોમન્સ આપશે આમ આઇપીએલ ફાઇનલ મેચને લઈને અમદાવાદ ક્રિકેટ પ્રેમીઓ માં ભારે ઉત્સાહ છે

Next Story