Connect Gujarat
સ્પોર્ટ્સ

દુબઇના મૅડમ તુસાદ મ્યૂઝીયમમાં વિરાટ કોહલીની આબેહૂબ નવી પ્રતિમા

આ નવા સ્ટેચ્યુમાં કોહલીને ભારતીય ટીમની નેવી બ્લુ જર્સીમાં દર્શાવવામાં આવ્યો છે. વેક્સ મ્યુઝિયમમાં કોહલીની આ પહેલી પ્રતિમા નથી

દુબઇના મૅડમ તુસાદ મ્યૂઝીયમમાં વિરાટ કોહલીની આબેહૂબ નવી પ્રતિમા
X

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની મીણની પ્રતિમા દુબઇના મૅડમ તુસાદ મ્યૂઝિયમમાં મૂકવામાં આવી છે. આ નવા સ્ટેચ્યુમાં કોહલીને ભારતીય ટીમની નેવી બ્લુ જર્સીમાં દર્શાવવામાં આવ્યો છે. વેક્સ મ્યુઝિયમમાં કોહલીની આ પહેલી પ્રતિમા નથી.2018માં, મેડમ તુસાદે દિલ્હી મ્યુઝિયમમાં કોહલીની પ્રથમ મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તે જ સમયે, 2019 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડમાં બીજી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. કોહલી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે.

તેના રેકોર્ડ પણ તેની ક્ષમતાની વાત કરે છે. તે ત્રણેય ફોર્મેટમાં 50 થી વધુ સરેરાશ કરનાર એકમાત્ર ક્રિકેટર છે. કોહલીની આ ક્ષમતાને કારણે મેડમ તુસાદમાં તેમની ઘણી પ્રતિમાઓ છે.નવું સ્ટેચ્યુ કોહલીને ટીમ ઈન્ડિયાની નેવી બ્લુ જર્સીમાં દર્શાવી રહ્યું છે, જેનું ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે વ્હાઈટ બોલ સિરીઝ પહેલા અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડ કપ 2021માં જર્સીના થોડા અલગ વર્ઝનમાં રમી રહી છે. અત્યારે કોહલીની નજર ભારતને બીજો ટી -20 વર્લ્ડ કપ અપાવવા પર છે. વિરાટે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે ટી 20 વર્લ્ડ કપ બાદ તે ભારતીય ટી 20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપશે અને આવી સ્થિતિમાં તે ટાઇટલ જીત્યા બાદ કેપ્ટનશિપ છોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પહેલી મૅચ રમશે. દરેક વ્યક્તિ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહી છે.

Next Story