Connect Gujarat
સ્પોર્ટ્સ

કરો યા મરો મેચમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ શ્રીલંકાની ટીમે કર્યો નાગિન ડાન્સ

એશિયા કપ 2022માં ગ્રુપ બીની છેલ્લી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવીને સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે.

કરો યા મરો મેચમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ શ્રીલંકાની ટીમે કર્યો નાગિન ડાન્સ
X

એશિયા કપ 2022માં ગ્રુપ બીની છેલ્લી મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને બે વિકેટથી હરાવીને સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ ગ્રુપ સ્ટેજમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી પ્રથમ ટીમ છે. રોમાંચક મેચ જીત્યા બાદ શ્રીલંકાના ખેલાડીઓએ નાગિન ડાન્સ કરીને વિજયની ઉજવણી કરી હતી. તેના ડાન્સે ચાર જૂની મેચોની યાદ અપાવી દીધી, જ્યારે બાંગ્લાદેશની ટીમે નાગિન ડાન્સ કરીને હેડલાઇન્સ બનાવી હતી.

વર્ષ 2018માં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે નિદાહાસ ટ્રોફી રમાઈ રહી હતી. છેલ્લી લીગ મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે હતી. બાંગ્લાદેશે આ મેચ જીતીને યજમાન શ્રીલંકાને પછાડી દીધી હતી. આ પછી બાંગ્લાદેશી ખેલાડીઓએ નાગિન ડાન્સ કરીને જીતની ઉજવણી કરી હતી. હવે શ્રીલંકાની ટીમે આનો બદલો લીધો છે. મેચ બાદ શ્રીલંકાના કરુણારત્ને ઉત્સાહથી ભરેલો હતો અને નાગિન ડાન્સ કરી રહ્યો હતો. હવે તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકા હવે શારજાહમાં સુપર ફોરની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.

Next Story