Connect Gujarat
સ્પોર્ટ્સ

ધોનીના વિનિંગ શોટની સાથે જ બાળકી ધ્રુસકે ધ્રુસકે રડી એ પછી "માહી"એ આ કામ કરી સૌનાકા દિલ જીતી લીધા

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટનનો વિનિંગ શોટ એકદમ શાનદાર હતો અને તેણે જ ગેમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી

ધોનીના વિનિંગ શોટની સાથે જ બાળકી ધ્રુસકે ધ્રુસકે રડી એ પછી માહીએ આ કામ કરી સૌનાકા દિલ જીતી લીધા
X

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટનનો વિનિંગ શોટ એકદમ શાનદાર હતો અને તેણે જ ગેમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. જે જોઇને ફેન્સ ઉત્સાહમાં આવી ગયા હતા.MS ધોની જ્યારે મેદાનમાં છગ્ગા લગાવી રહ્યાં હતા તો સ્ટેડિયમમાં એક નાનકડી છોકરી ઇમોશનલ થઇ ગઇ હતી. તેણે ચેન્નઇ સુપર કિંગ્સની જર્સી પહેરી હતી. યેલો આર્મીને જીતતા જોઇને તેની આંખોમાંથી આંસુ છલકાઇ ગયા હતા. બાળકીની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને ફેન્સ કરી રહ્યાં છે ધોની નામ નહી ઇમોશન છે.

દુબઈમાં રમાઈ રહેલી IPL હવે તેના અંતિમ તબક્કામાં આવી પહોચી છે.IPL-2021ના ફેઝ-2માં રવિવારે પહેલી ક્વોલિફાયર મેચમાં ત્રણ વારની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ગત સિઝનની ફાઇનલિસ્ટ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ રમાઈ હતી. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિજેતા બન્યું હતું.CSKએ આજીત સાથે જ ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે.CSKના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. સુકાની મહેન્દ્રસિંહ ધોની એ છેલ્લી ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક મારી ચેન્નઈને 9મી વાર ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. ઘણા લાંબા સમયે ધોનીએ પોતાનું 'ફીનીશર્સ'નું ફોર્મ ફાઈનલ મેચ પહેલા પાછું મેળવી લીધું છે તેમ કહી શકાય.ધોનીએ વિનિંગ શોર્ટ ફટકારતાની સાથે જ એક બાળકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. મેચ બાદ ધોણીએ બાળકોને તેમની સાઇન કરેલો બોલ આપ્યો હતો અને સૌ કોઈના દિલ જીતી લીધા હતા

Next Story