Connect Gujarat
સ્પોર્ટ્સ

એલેક્સ હેલ્સે આઈપીએલમાં પસંદગી થયા બાદ પાકિસ્તાન સુપર લીગ છોડી

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓપનર એલેક્સ હેલ્સે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

એલેક્સ હેલ્સે આઈપીએલમાં પસંદગી થયા બાદ પાકિસ્તાન સુપર લીગ છોડી
X

ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓપનર એલેક્સ હેલ્સે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની સીઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એલેક્સ હેલ્સ પીએસએલમાં ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમનો ભાગ હતો પરંતુ તેણે હવે પીએસએલમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. હેલ્સની તાજેતરમાં આઈપીએલમાં પસંદગી થઈ હતી.

પાકિસ્તાની મીડિયા અનુસાર, એલેક્સ હેલ્સ બાયો-બબલમાં થાકને કારણે પાકિસ્તાન સુપર લીગમાંથી ખસી ગયો છે. પીએસએલમાં તેની ફ્રેન્ચાઈઝી ઈસ્લામાબાદ યુનાઈટેડએ કહ્યું છે કે હેલ્સે અંગત કારણોસર ટૂર્નામેન્ટમાં ન રમવાનો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝી મેનેજમેન્ટે કહ્યું કે અમે તેને આગળની શુભકામનાઓ પાઠવીએ છીએ એલેક્સ હેલ્સે આ સિઝનમાં પીએસએલમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ માટે સાત મેચ રમી હતી અને તેણે 42.50ની પ્રભાવશાળી સરેરાશથી 255 રન બનાવ્યા હતા. તેણે બે અડધી સદી પણ ફટકારી હતી. તેના જવાથી ઈસ્લામાબાદ યુનાઈટેડની ટીમને મોટો ફટકો પડ્યો છે.

Next Story