Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયા મેનેજર પદે ગુજરાતના ધવલ શાહની નિયુકતી, BCCIએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

શ્રીલંકાનો ભારત પ્રવાસ 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.BCCIએ ભારતીય ટીમના મેનેજરને બદલ્યા છે.

ટીમ ઇન્ડિયા મેનેજર પદે ગુજરાતના ધવલ શાહની નિયુકતી, BCCIએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
X

શ્રીલંકાનો ભારત પ્રવાસ 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.BCCIએ ભારતીય ટીમના મેનેજરને બદલ્યા છે.

BCCIએ ભારતીય ટીમના મેનેજરને બદલ્યા છે. મીડિયા અહેવાલ મુજબ બોર્ડે ગિરીશ ડોંગેરેનો કાર્યકાળ વધાર્યો નથી. ડોંગર છેલ્લા બે વર્ષથી ભારતીય ટીમના મેનેજર હતા. પરંતુ, BCCI એ તેમના કરારને લંબાવ્યો ન હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભારતીય ટીમના મેનેજર હતા. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂરી થતાં જ તેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. શ્રીલંકા સામેની શ્રેણીમાં હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ધવલ શાહ ટીમ ઈન્ડિયાના નવા મેનેજર હશે.રિપોર્ટ અનુસાર, BCCI મેનેજરના પદ પર નિમણૂક હવે જૂની પેટર્નને અનુસરીને શ્રેણી દર શ્રેણી કરી શકે છે. સાથે જ બોર્ડ હવે વરિષ્ઠ ટીમના કાયમી મેનેજરની નિમણૂકને ખતમ કરી શકે છે.

જીસીએના ધવલ શાહ હાલમાં શ્રીલંકા સાથેની શ્રેણી માટે મેનેજર તરીકે રહેશે. તેઓ આ પદ પર જયદેવ શાહનું સ્થાન લેશે. એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમ સાથે ગિરીશ ડોંગરેનો કાર્યકાળ ગયા વર્ષના T20 વર્લ્ડ ટેક્સ સુધીનો હતો. તેમની નિમણૂક BCCIની જૂની કમિટી ઑફ એડમિનિસ્ટ્રેટર્સ દ્વારા કરવામાં આવી હતી.T20 વર્લ્ડ કપ બાદ તેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો અને તેને દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા. જ્યારે તે પ્રવાસ જાન્યુઆરીમાં સમાપ્ત થયો, ત્યારથી તે ટીમ ઈન્ડિયાના મેનેજર પદ પર રહ્યા નહોતા.વર્ષ 2019 માં, સુનીલ સબ્રહ્મણ્યમની જગ્યાએ ડોંગરે ટીમ ઇન્ડિયાના મેનેજર બન્યા હતા, જેમને ઇંગ્લેન્ડમાં ઘણા ભારતીય ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

Next Story