Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ 2022 : ભારતનું ભાગ્ય પાકિસ્તાનની હાર પર, જાણો કેવી રીતે ટીમ ઇન્ડિયા હજી પણ ફાઇનલમાં પહોંચી શકે છે!

એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં મંગળવારે ભારતને શ્રીલંકા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

એશિયા કપ 2022 : ભારતનું ભાગ્ય પાકિસ્તાનની હાર પર, જાણો કેવી રીતે ટીમ ઇન્ડિયા હજી પણ ફાઇનલમાં પહોંચી શકે છે!
X

એશિયા કપ T20 ટૂર્નામેન્ટમાં મંગળવારે ભારતને શ્રીલંકા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર ફોર રાઉન્ડમાં આ હાર સાથે ભારત એશિયા કપમાંથી બહાર થવાના આરે પહોંચી ગયું છે. શ્રીલંકા પહેલા ભારતીય ટીમને સુપર-4 રાઉન્ડમાં જ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

જો કે ટીમ ઈન્ડિયા હજુ પણ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. આ માટે તેણે અફઘાનિસ્તાન સામેની જીતની સાથે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. 10 મહિના પહેલા T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમની સામે કેટલાક આવા જ સમીકરણો બન્યા હતા. પરંતુ તે પછી કંઈ પણ તેના પક્ષમાં ન ગયું અને ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ.

સુપર ફોરના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો શ્રીલંકા હવે બે જીત સાથે ટોપ પર છે. આ સાથે જ પાકિસ્તાન એક જીત સાથે બીજા નંબર પર છે. બંનેનો નેટ રન રેટ હકારાત્મક છે. શ્રીલંકાનો નેટ રન રેટ +0.351 છે, જ્યારે પાકિસ્તાનનો નેટ રન રેટ +0.126 છે. ભારત નકારાત્મક રન રેટ (-0.125) અને બે હાર સાથે ત્રીજા સ્થાને છે.

અફઘાનિસ્તાન -0.589 નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે. ભારતીય ટીમ પાસે હજુ પણ ફાઇનલમાં પહોંચવાની તક છે. જો કે બુધવારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ તેના માટે મહત્વની રહેશે. જો આજે પાકિસ્તાનની ટીમ જીતશે તો ભારત અને અફઘાનિસ્તાન બંને એશિયા કપમાંથી બહાર થઈ જશે. 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન પાકિસ્તાન સામે ટકરાશે. અફઘાનિસ્તાનની ટીમ સુપર ફોર રાઉન્ડમાં શ્રીલંકા સામે પોતાની પ્રથમ મેચ હારી ગઈ છે. આવી સ્થિતિમાં ભારતીય ચાહકોએ પ્રાથના કરવી પડશે કે 7 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન સામે જીતે. આનાથી ભારતીય ટીમ માટે તક ઉભી થશે. અફઘાનિસ્તાને આ વર્ષે એશિયા કપમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે. ટીમની બોલિંગ ઘણી મજબૂત છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન પાસે જીતવાની તક છે.

Next Story