Connect Gujarat
સ્પોર્ટ્સ

Asia Cup Hockey: ઈંડોનેશિયાને 16-0 થી હરાવીને ભારત સુપર 4 માં પહોંચ્યું

આ મેચમાં ભારતીય હોકી ટીમે ઈંડોનેશિયાને 16-0 થી હરાવ્યું હતું. આ સાથે ભારતીય હોકી ટીમે એશિયા કપમાં સુપર 4માં ક્વોલિફાય કરી લીધું છે

Asia Cup Hockey: ઈંડોનેશિયાને 16-0 થી હરાવીને ભારત સુપર 4 માં પહોંચ્યું
X

આ મેચમાં ભારતીય હોકી ટીમે ઈંડોનેશિયાને 16-0 થી હરાવ્યું હતું. આ સાથે ભારતીય હોકી ટીમે એશિયા કપમાં સુપર 4માં ક્વોલિફાય કરી લીધું છે. ટીમ ઈંડિયાએ આ મેચમાં રેકોર્ડ જીત મેળવી છે. તો બીજી તરફ પાકિસ્તાની હોકી ટીમ આ ટૂર્નામેન્ટમાંતી બહાર થઈ ગઈ છે. આ મુકાબલામાં ભારતીય ખેલાડી પવન રાજભરને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હોકી મેચ 1-1થી ડ્રો રહી હતી. જ્યારે અન્ય એક મેચમાં ભારતીય હોકી ટીમે જાપાનને 2-5થી હરાવ્યું હતું.

ભારત અને ઈંડોનેશિયા વચ્ચે રમાયેલી આજની રમત ઘણી દિલચસ્પ રહી હતી જેમાં ભારતે ઈંડોનેશિયાને એક પણ ગોલ કરવા નહોતો દીધો. ભારતે બીજું ક્વાર્ટર પુરુ થાય ત્યાં સુધીમાં 6-0ની લીડ મેળવી લીધી હતી. ત્યાર બાદ ભારતે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ધમાકેદાર પ્રદર્શન કરીને 16-0થી મેચ જીતી લીધી હતી.

Next Story