Connect Gujarat
સ્પોર્ટ્સ

યુવતીને અભદ્ર મેસેજ મોકલવાના આરોપસર ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેનનું કેપ્ટન પદેથી રાજીનામું

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશિઝ સિરીઝ પહેલા કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે.કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અભદ્ર મેસેજ

યુવતીને અભદ્ર મેસેજ મોકલવાના આરોપસર ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેનનું  કેપ્ટન પદેથી રાજીનામું
X

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશિઝ સિરીઝ પહેલા કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અભદ્ર મેસેજ મોકલવાનો આરોપ લાગ્યો છે. વર્ષ 2017માં ટિમ પેને એક યુવતીને અશ્લીલ તસવીર મોકલી હતી, આ ઉપરાંત તેમણે તે યુવતીને ખરાબ મેસેજ પણ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો મેસેજ વાયરલ થયા બાદ કાંગારૂ કેપ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. હાલમાં જ 17 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમાનાર એશિઝ સિરીઝ માટે કાંગારૂ ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેનો કેપ્ટન ટિમ પેન હતો. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટના બોલ ટેપરિંગમાં ફસાયા બાદ સ્પષ્ટ છબી દર્શાવતા ટિમ પેનને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે ઓસ્ટ્રેલિયાનો 46મો ટેસ્ટ કેપ્ટન હતો. શુક્રવારે હોબાર્ટમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે કાંગારૂ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. તેને માર્ચ 2018માં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે કહ્યું હતું કે, આજે હું ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપું છું, આ મારા માટે ખૂબ જ મુશ્કેલભર્યો નિર્ણય છે, પરંતુ આ નિર્ણય મારા, મારા પરિવાર અને ક્રિકેટ માટે યોગ્ય છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને કેપ્ટન પદ છોડવાનું કારણ પણ જણાવ્યુ હતું. તેણે કહ્યું, લગભગ ચાર વર્ષ પહેલા મેં એક સાથી કર્મચારી યુવતીને અભદ્ર મેસેજ કર્યો હતો. તે મામલે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ તપાસ કરી રહ્યું છે. અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે તે તપાસમાં, ક્રિકેટ તસ્માનિયા અને એચઆર તપાસમાં એક જ સમયે જાણવા મળ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી. જો કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે મેં માફી માંગી લીધી હતી. મને તે સમયે આ ઘટના માટે ખૂબ જ દુખ હતું અને આજે પણ છે. મેં મારી પત્ની અને પરિવાર સમક્ષ પણ માફી માંગી હતી.

Next Story