Connect Gujarat
સ્પોર્ટ્સ

અદ્ભુત અશ્વિન..! માત્ર એક વિકેટ અને હરભજન સિંહને છોડી દેશે પાછળ

કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેશે તો તે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાની યાદીમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પાછળ છોડી દેશે.

અદ્ભુત અશ્વિન..! માત્ર એક વિકેટ અને હરભજન સિંહને છોડી દેશે પાછળ
X

કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે રવિચંદ્રન અશ્વિન વધુ એક વિકેટ લેશે તો તે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાની યાદીમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને પાછળ છોડી દેશે. હાલમાં, રવિચંદ્રન અશ્વિન અને હરભજન સિંહની ટેસ્ટ ક્રિકેટમાં 417-417 વિકેટ છે, એટલે કે બંને બરાબરી પર છે.

તમને જણાવી દઈએ કે રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ઇંનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી, જે દરમિયાન તેણે પાકિસ્તાનના દિગ્ગજ બોલર વસીમ અકરમને પાછળ છોડી દીધો હતો. મેચની શરૂઆત પહેલા રવિચંદ્રન અશ્વિને 413 વિકેટ ઝડપી હતી જ્યારે વસીમ અકરમના નામે 414 વિકેટ છે.

અશ્વિને પ્રથમ ઇંનિંગમાં 3 વિકેટ લીધી હતી અને હવે તેણે બીજી ઈનિંગમાં એક વિકેટ લીધી છે. એટલે કે તેની વિકેટ 417 સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, તે વિકેટ લેતાની સાથે જ હરભજન સિંહને પાછળ છોડી દેશે. ખાસ વાત એ છે કે સક્રિય ક્રિકેટરોના મામલામાં હવે રવિચંદ્રન અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર

• અનિલ કુંબલેઃ 132 મેચ, 619 વિકેટ

• કપિલ દેવઃ 131 મેચ, 434 વિકેટ

• રવિચંદ્રન અશ્વિનઃ 80 મેચ, 417 વિકેટ

• હરભજન સિંહઃ 103 મેચ, 417 વિકેટ

• ઈશાંત શર્માઃ 105 મેચ, 311 વિકેટ

રવિચંદ્રન અશ્વિન માટે કાનપુર ટેસ્ટ ખૂબ સારી ચાલી રહી છે. બોલિંગ સિવાય રવિચંદ્રન અશ્વિને બેટિંગમાં પણ શાનદાર રમત બતાવી. અશ્વિને પ્રથમ ઇંનિંગમાં 38 રન, બીજી ઈનિંગમાં 32 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવવામાં મદદ કરી.

Next Story