Connect Gujarat
સ્પોર્ટ્સ

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

ભારતની ભાવિાનાબેન પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ કલાસ 4ની મેચમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા
X

ભારતની ભાવિનાબેન પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ કલાસ 4ની મેચમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. ફાઈલનલમાં તેઓએ ચીનની ખેલાડી સામે 11-7, 11- 5, 11-6ની હારનો સામનો કરવો પડ્યો છે. તેઓએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે.

સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલના ગામ મહેસાણામાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં તેમના મિત્રો અને પરિવારજનોએ ફટાકડા ફોડ્યા, આ સાથે પિતા હસમુખભાઈએ કહ્યું, 'તેણે અમને ગૌરવ અપાવ્યું છે. ધામધૂમથી સ્વાગત કરીશું.

ભાવિનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. તેમણે ટ્વિટ કરી કહ્યું કે ભાવિના પટેલે ઇતિહાસ રચી દીધો! તેઓ ઐતિહાસિક સિલ્વર મેડલની સાથે ઘરે આવશે. તેના માટે અભિનંદન. તેમની જીવન યાત્રા પ્રેરિત કરનારી છે અને વધુ યુવાનોને રમતના પ્રત્યે આકર્ષિત કરશે.

Next Story