Connect Gujarat
સ્પોર્ટ્સ

મહેન્દ્રસિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટયું, જાણો કારણ

મહેન્દ્રસિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટયું, જાણો કારણ
X

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટી ગયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે તેણે લાંબા સમયથી ટ્વિટરનો ઉપયોગ કર્યો નથી. આ કારણે તેના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું છે. ટ્વિટર પર ધોનીના લગભગ 8.2 મિલિયન ફોલોઅર્સ છે. ધોનીએ 8 જાન્યુઆરી 2021ના રોજ અંતિમ ટ્વિટ કર્યું હતું.

2018 પછી તે ટ્વિટર પર ઘણા ઓછા ટ્વિટ કરી રહ્યો છે. 2019માં ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં પરાજય પછી ધોની ઘણો સમય ક્રિકેટથી દૂર રહ્યો હતો. આ દરમિયાન તે ઘરેલું મેચ પણ રમ્યો ન હતો અને આર્મી સાથે ટ્રેનિંગ કરવા ગયો હતો. આ પછી તે આઈપીએલ 2020માં રમતો જોવા મળ્યો હતો. જોકે આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાના આ નિર્ણયની જાહેરાત તેણે ઇંસ્ટાગ્રામ પર કરી હતી. આ પછી પ્રધાનમંત્રીનો આભાર પત્રનો જવાબ તેણે 20 ઓગસ્ટે ટ્વિટર દ્વારા આપ્યો હતો. આ પછી સપ્ટેમ્બરમાં ભારતીય એરફોર્સને લઇને બેસ બે ટ્વિટ કર્યા હતા.

ધોનીએ 2019માં કુલ 7 સાત ટ્વિટ કર્યા હતા. આ પહેલા 2018 સુધી તે ટ્વિટર ઠીક ઠાક રીતે એક્ટિવ હતો. તેણે 2018માં 20થી વધારે ટ્વિટ કર્યા હતા. 2019ના વર્લ્ડ કપ પછી ધોની સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ ઉપર પણ ઘણો ઓછો એક્ટિવ રહ્યો છે. જોકે ઇંસ્ટાગ્રામ પર ગત વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી તેણે આ વર્ષે 8 જાન્યુઆરીએ એક બીજી પોસ્ટ કરી હહતી. આ પોસ્ટ તેના ફાર્મ અને ઓર્ગેનિત ખેતીને લઇને હતી.

Next Story