Connect Gujarat
સ્પોર્ટ્સ

બુમરાહ આઉટ, પરંતુ પાકિસ્તાન સામે આ બોલર પૂરી કરશે જગ્યા, નેટમાં બતાવ્યું અદ્ભુત

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. આવામાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમવાની છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બુમરાહ આઉટ, પરંતુ પાકિસ્તાન સામે આ બોલર પૂરી કરશે જગ્યા, નેટમાં બતાવ્યું અદ્ભુત
X

એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. આવામાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમવાની છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે બંને ટીમો માટે એક ખરાબ સમાચાર એ પણ આવ્યા છે કે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી ઈજાના કારણે ટૂર્નામેન્ટ નથી રમી રહ્યા. આફ્રિદીની જગ્યાએ મોહમ્મદ હસનૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ટીમ ઈન્ડિયામાં બુમરાહને બદલે કોણે સમાવેશ કરશે આ એક મોટો પ્રશ્ન થયો છે. તેના પર હવે હાર્દિક પંડ્યાએ નવો વીડિયો જાહેર કરીને સંદેશ આપ્યો છે. તેણે કહ્યું છે કે તે બુમરાહની કમીને પૂરી કરશે

હાર્દિક પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. તે નેટ્સમાં જસપ્રીત બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કરતો જોવા મળે છે. બોલિંગ કર્યા પછી પંડ્યાએ તેના બંને હાથ ખોલ્યા અને બુમરાહની જેમ પ્રતિક્રિયા આપી. આ વિડિયો સાથે પંડ્યાએ કેપ્શનમાં બુમરાહને પૂછ્યું – કેવું છે ફોર્મ, બૂમ (બુમરાહ)? હાર્દિકના આ વીડિયો પર ફેન્સે ફની રિએક્શન પણ આપ્યા છે. એક યુઝરે કહ્યું - તે સારું છે, પરંતુ બુમરાહ બુમરાહ છે.

Next Story