Connect Gujarat
સ્પોર્ટ્સ

T-20 વર્લ્ડકપ પહેલા કોચ મિસબાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યુનુઝનું રાજીનામુ

T-20 વર્લ્ડકપ પહેલા કોચ મિસબાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યુનુઝનું રાજીનામુ
X

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં કંઈ પણ ઠીક ચાલી રહ્યુ નથી. આજે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની T-20 વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત થયા બાદ તરત જ પાકિસ્તાનની ટીમના મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યુનિસે પોતાના પદેથી રાજીનામું આપ્યુ છે.T-20 વર્લ્ડકપ પહેલા ચાલી રહેલા આ વિવાદોથી ટીમના મનોબળ પર ગંભીર અસર પડી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બપોરે 12 વાગ્યે ટી-20 વર્લ્ડકપ ટીમની જાહેરાત કરી અને 2:30 વાગ્યે પાકિસ્તાનના કોચ મિસ્બાહ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મિસ્બાહ ઉલ હક સાથે બોલિંગ કોચ વકાર યુનિસે પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. બંનેએ પોતાના પદ પરથી રાજીનામું કેમ આપી દીધું તેનું કારણ હજી નથી જણાવ્યું. પાકિસ્તાને 17 ઓક્ટોબરથી શરુ થનારા ટી-20 વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત કરી છે. ભારત સામે પાકિસ્તાનની મેચ 24 ઓક્ટોબરે રમાશે અને આ મેચ સાથે જ ભારત પોતાનું ટી-20 વર્લ્ડકપ મિશન ચાલૂ કરશે.

Next Story