Connect Gujarat
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2022 : અંશૂ મલિક અને બજરંગ પૂનિયા ફાઈનલમાં પહોંચ્યા,

બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં આજથી કુસ્તીની મેચો શરૂ થઈ ગઈ છે. ભારતના દીપક પુનિયા અને બજરંગ પુનિયાએ ક્વાર્ટર-ફાઈનલ મેચો જીતી અને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 : અંશૂ મલિક અને બજરંગ પૂનિયા ફાઈનલમાં પહોંચ્યા,
X

બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં આજથી કુસ્તીની મેચો શરૂ થઈ ગઈ છે. ભારતના દીપક પુનિયા અને બજરંગ પુનિયાએ ક્વાર્ટર-ફાઈનલ મેચો જીતી અને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. મહિલા રેસલિંગ ઈવેન્ટમાં ભારતની સાક્ષી મલિક અને અંશુ મલિકે પણ જીત મેળવી હતી. બંનેએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ભારતના અંશુ મલિકે કમાલ કરી બતાવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી. તેણે સેમિફાઇનલ મેચ 1 મિનિટ અને 2 સેકન્ડમાં જીતી લીધી હતી. આ પહેલા ક્વાર્ટર ફાઈનલમાં પણ અંશુએ આસાનીથી જીત મેળવી હતી

ભારતના બજરંગ પુનિયાએ પુરુષોની 65 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં જીત મેળવી હતી. બજરંગ પુનિયાએ સરળતાથી ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી હતી. એક મિનિટથી પણ ઓછા સમયમાં બજરંગે મેચ જીતી લીધી હતી. આ સાથે બજરંગ સેમી ફાઇનલમાં પહોંચી ગયો છે.

ભારતની સાક્ષી મલિકે ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા વર્ગમાં ઇંગ્લેન્ડની રેસલરને હરાવ્યો હતો. તે ક્વાર્ટર ફાઈનલ હતી. આવી સ્થિતિમાં આ જીત સાથે સાક્ષી મલિક સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ પહેલા ભારતના અંશુ મલિક પણ જીત્યા હતા.

2022 કોમનવેલ્થ ગેમ્સમાં તેના જન્મદિવસ પર પ્રથમ વખત મેટ પર ઉતરેલી ભારતની અંશુ મલિકે તેની મેચ જીતી હતી. તેણે ઓછા સમયમાં શાનદાર જીત નોંધાવી હતી.

Next Story