Connect Gujarat
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2022 : સિનિયર રેસલર વિનેશ ફોગાટે જીત્યો ગોલ્ડ મેડલ

રવિ દહિયા બાદ ભારતની વિનેશ ફોગાટે પણ બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 : સિનિયર રેસલર વિનેશ ફોગાટે જીત્યો ગોલ્ડ મેડલ
X

બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજોનું પ્રભાવશાળી પ્રદર્શન આજે પણ ચાલુ છે. રવિ દહિયા બાદ ભારતની વિનેશ ફોગાટે પણ બર્મિંગહામમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશ ફોગાટે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની હેટ્રિક ફટકારી છે.

ભારતની સિનિયર રેસલર વિનેશ ફોગાટે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ચામોદય કેશાનીને હરાવી હતી. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો

Next Story