Connect Gujarat
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલે જીત્યો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલે જીત્યો ગોલ્ડ મેડલ
X

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. આજે કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખેલાડીઓ સતત ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. ત્યારે હવે ટેબલ ટેનિસની રમતમાં ભારતીય ખેલાડી અચંતા શરથ કમલે ગોલ્ડ મેડલ જીત્યો છે. શરથ કમલે લિયામ પિચફોર્ડને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે ભારતે આજે સતત ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે.

નોંધનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સમાં અચંતા શરથ કમલનો વિવિધ કેટગરીની ટેબલ ટેનિસની રમતમાં આ 7મો મેડલ છે. આ પહેલા અચંતા શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સ 2006, 2010, 2014 અને 2018માં મેડલ જીત્યા છે. આ રીતે તેણે સતત પાંચમી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. અચંતા શરથ કમલે પ્રથમ વખત 2006 મેલબોર્ન કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો હતો. જોકે, અચંતા શરથ કમલે 40 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

Next Story