Connect Gujarat
સ્પોર્ટ્સ

T-20 વર્લ્ડકપમાં ઈન્ડિયા-પાકિસ્તાનની પ્રથમ મેચને લઈ ક્રિકેટ રસિકોમાં રોમાંચ...

T-20 વર્લ્ડકપ-2021ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવાની છે.

T-20 વર્લ્ડકપમાં ઈન્ડિયા-પાકિસ્તાનની પ્રથમ મેચને લઈ ક્રિકેટ રસિકોમાં રોમાંચ...
X

T-20 વર્લ્ડકપ-2021ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવાની છે. તા. 24 ઓક્ટોબરે, બન્ને ટીમ તેમના વર્લ્ડ કપ ટુર્નામેંટ રમવાના અભિયાનની શરૂઆત કરી રહી છે. જોકે, આ મેચ પહેલાં ઘણી અટકળો પણ લગાવવામાં આવી રહી છે, પરંતુ ભૂતકાળના પ્રદર્શનને જોતાં ઈન્ડિયન ટીમ ક્રિકેટ રસિકોમાં ફેવરિટ રહી છે.

આગામી તા. 24 ઓક્ટોબર રવિવારના રોજ T-20 વર્લ્ડકપ-2021 અંતર્ગત ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજવા જઈ રહી છે. જોકે, ઘણા સમય બાદ આ બન્ને ટીમો વચ્ચે મેચનું આયોજન થતાં ક્રિકેટ રસિકોમાં ઘણો ઉત્સાહ છવાયો છે. પરંતુ આતંકી હુલાની દહેશત વચ્ચે આ મેચ રદ્દ થવાના પણ એંધાણ વર્તાઇ રહ્યા છે. આતંકી ઘટનાઓના કારણે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાની મનાઈ કરે તો તેનું બહુ મોટું નુકશાન ભારતને જ વેઠવું પડે તેમ છે. પાકિસ્તાનને મેચ રમ્યા વગર સીધા જ 2 પોઈન્ટ મળી જશે, જ્યારે ભારતને એક પણ પોઈન્ટ આપવામાં આવશે નહીં. જેથી પાકિસ્તાનની ટીમના સેમિ ફાઈનલમાં પહોંચવાના ચાન્સીસ પણ વધી જશે, જ્યારે ભારત માટે T-20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં પહોંચવું પણ મુશ્કેલ બની રહેશે. જોકે, ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડકપ મેચ ક્રિકેટ રસિકોમાં ઘણો રોમાંચ ઊભો કરશે તે વાતને બે મત નહીં...

Next Story