Connect Gujarat
સ્પોર્ટ્સ

લોર્ડસમાં જીત બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે વિરાટ કોહલી અંગે શું કહ્યું વાંચો

લોર્ડસમાં જીત બાદ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે વિરાટ કોહલી અંગે શું કહ્યું વાંચો
X

એકબાજુ જ્યાં કોહલીની કેપ્ટનશિપના વખાણ થઈ રહ્યાં છે તો બીજી તરફ તેમની નિંદા પણ કરાઈ રહી છે. કોહલી લાંબા સમયથી ખૂબ જ મૌન છે. તેમણે છેલ્લાં બે વર્ષથી એક પણ સદી બનાવી નથી. કોહલીના સમર્થકો પણ ઘણાં સમયથી તેમની પાસેથી સારી આશા રાખી રહ્યાં છે.

આ દરમ્યાન ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે જણાવ્યું કે, કોહલી કેમ લાંબા સમયથી નિષ્ફળ જઈ રહ્યાં છે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી બનાવનારા સચિન તેંડુલકરે કહ્યું, વિરાટની પ્રારંભિક શરૂઆત નબળી રહી. ઘણી વખત મગજમાં ચાલી રહેલી બાબતોથી ટેકનિકલ ભુલો થઈ શકે છે. જ્યારે તમને સારી શરૂઆત મળતી નથી તો તમે ઘણી બધી ચીજ વસ્તુઓ અંગે વિચારવાનું શરૂ કરી દો છો.

આવી પરિસ્થિતિમાં ચિંતા વધુ વધી જાય છે. તેથી જો તમે પોતાની રમત દ્વારા તમારી ખરાબ ઈનિંગ્સને સુધારી શકો છો. આવુ દરેક વ્યક્તિ સાથે થાય છે. તેંડુલકરે રોહિત શર્માની બેટિંગ અંગે કહ્યું, મેં જે જોયુ છે, તેના પરથી લાગે છે કે રોહિત શર્માએ પોતાની બેટિંગમાં ફેરફાર કર્યો છે અને પોતાની રમતના બીજા પક્ષને કરી બતાવ્યું છે કે તેઓ કેવીરીતે ફેરફાર કરી પરિસ્થિતિ અનુસાર રમી શકે છે.

રોહિત આ પ્રવાસ વખતે ગેર જવાબદાર પદ્ધતિથી પોતાનું બેટિંગ પ્લેટફોર્મ રમી આઉટ થયા છે. પરંતુ તેંડુલકરે તેમનો બચાવ કરતા કહ્યું કે, તેમણે એક નેતૃત્વકર્તાની જેમ લોકેશ રાહુલનો શાનદાર સહયોગ કર્યો છે.

Next Story