Connect Gujarat
સ્પોર્ટ્સ

શું ક્રિકેટ પણ ઓલોમ્પિકમાં થશે સામેલ, વાંચો કેવા મળી રહ્યા છે સંકેત

શું ક્રિકેટ પણ ઓલોમ્પિકમાં થશે સામેલ, વાંચો કેવા મળી રહ્યા છે સંકેત
X

ટોક્યો ઑલિમ્પિક્સ 2020નું સમાપન થઇ ચૂક્યુ છે અને તેમાં 33 પ્રકારની રમતો હોય છે પરંતુ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઇચ્છે છે કે ક્રિકેટને પણ ઑલિમ્પિક્સમાં સામેલ કરવામાં આવે. ICCએ સોશ્યલ મિડીયાના માધ્યમથી કન્ફર્મ કર્યુ છે કે તે લોસ એન્જલસમાં 2028માં થનારા ઓલિમપિક્સમાં ક્રિકેટને પણ સામેલ કરશે. તો હવે ઑલિમ્પિક્સમાં પણ ચોગ્ગા અને છગ્ગા જોવા મળશે.

BCCIના સચિવ જય શાહે પણ આ મુદ્દે પોતાનો ઓપિનીયન આપ્યો હતો.ICCના ચેરમેન ગ્રેગ બારક્લેએ નિવેદનમાં કહ્યું કે, અમે સૌ આ દાવાને લઇને એકમત છીએ કે અમે ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરીશુ. અમારા વૈશ્વિક સ્તર પર 1 અરબથી વધુ પ્રશંસક છે અને તેમાં લગભગ 90% લોકો ક્રિકેટને ઓલિમ્પિકમાં જોવા માગે છે. તેમણે કહ્યું કે, આ સ્પષ્ટ છે કે ક્રિકેટના કરોડો ફેન્સ છે અને દક્ષિણ એશિયામાં તેના 92% પ્રશંસક છે. તે સિવાય અમેરિકામાં જ 3 કરોડ ફેન્સ છે. આ ફેન્સ માટે પોતાના ફેવરિટ ખેલાડીઓને ચોગ્ગા છગ્ગા મારતા જોવાની મજા જ કંઇક અલગ હશે.

બારક્લેએ હાલમાં જ સમાપ્ત થયેલ ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોને કોવિડ -19 મહામારી છતાં ખેલોનું સફળ આયોજન કરવા માટે વધાઇ આપી હતી. તેમણે કહ્યું કે, હુંICC તરફથી ટોક્યો 2020ના આયોજકો અને જપાનના લોકોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અદભૂત ખેલોના આયોજન માટે વધાઇ આપુ છુ. વધુમાં તેમણે કહ્યું કે, અમારુ માનવું છે કે ઓલિમ્પિક્સ ખેલોમાં ક્રિકેટને સામેલ કરવું શાનદાર રહેશે પરંતુ અમે જાણીએ છીએ કે ઓલિમ્પિક્સમાં જગ્યા બનાવવી આસાન નથી કારણકે અન્ય ખેલ પણ આવું જ ઇચ્છે છે. ક્રિકેટ મોટી રમત છે. તેના ટેસ્ટ, વન ડે અને ટી20 ત્રણ ફોર્મેટ હોય છે. ટેસ્ટ 5 દિવસ ચાલે છે તો તેને ઓલિમ્પિક્સમાં સામેલ ન કરી શકાય પરંતુ ટી20 કે જે 5 થી 6 કલાક ચાલે છે તેને ઓલિમ્પિકમાં સામેલ કરી શકાય તેવું લાગે છે.

Next Story