Connect Gujarat
સ્પોર્ટ્સ

ક્રિકેટર યુસુફ પઠાણ BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા

તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી અને સર્વાનુમતે યુસુફ પઠાણની નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

ક્રિકેટર યુસુફ પઠાણ BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા
X

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બરોડા ક્રિકેટ એસોસીયેશનની રણજી ટીમના મેન્ટોર બનાવવામાં આવ્યા છે. બીસીએની એપેક્ષ કમિટિમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. બીસીએના જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું હતું કે 'તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી અને સર્વાનુમતે યુસુફ પઠાણની નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને બરોડા ક્રિકેટ એસોસીયેશનની રણજી ટીમના મેન્ટોર બનાવવામાં આવ્યા છે.

બીસીએની એપેક્ષ કમિટિમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. બીસીએના જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું હતું કે 'તાજેતરમાં મળેલી એપેક્ષ કમિટિની બેઠકમાં આ અંગે ચર્ચા કરાઈ હતી અને સર્વાનુમતે યુસુફ પઠાણની નિયુકતી પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.નોંધનીય છે કે યુસુફ પઠાણ તેમના સમયમાં તોફાની બેટિંગ માટે જાણીતા હતા. યુસુફ અને તેમના લઘુબંધુ ઇરફાન પઠાણ ટી-20 જીતનાર ભારતીય ટીમના સભ્યો હતા. યુસુફ પઠાણ 100 જેટલી રણજીટ્રોફી મેચો રમ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન રોયલ અને કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ વતી તેઓ આઇપીએલ સ્પર્ધામાં પણ રમ્યા હતા.બરોડા ક્રિકેટ એસોસીયેશનની બંને સીનીયર ટીમોના મેન્ટોર તરીકે તેમની પસંદગી કરાઈ છે.

હાલ બીસીએની રણજી ટ્રોફી ટીમનો દેખાવ અપેક્ષા મુજબનો નથી ત્યારે ટીમના જૂસ્સા અને ઉત્સાહને પ્રબળ કરવાનું પડકારજનક કામ મેન્ટોર અને મેનેજમેન્ટે કરવાનું રહેશે એમ ક્રિકેટના જાણકારો માને છે.આ અંગે બરોડા ક્રિકેટ એસોસીએશનના સૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતું કે, 'કોનોર વીલીયમ્સ, ઇરફાન પઠાણ સિનીયર અને સુનેત્રા પરાંજપે એનસીએ હાઈબ્રીડ લેવલ-2 કોચીસ કોર્સની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરી છે. ત્રણેવ પૂર્વ ક્રિકેટરોએ બેંગ્લોર ખાતે એનસીએમાં ઓફ લાઈન અને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લીધો હતો.મજાની વાત તો એ છે કે બીસીએના એક કોચ પાસે બીસીએ દ્વારા કોચ લેવલ-2નું પ્રમાણપત્ર માંગ્યું છે છતાં તેણે આજદિન સુધી બતાવ્યું નથી. જેથી બીસીએ દ્વારા તેનો પગાર અડધો કરી દેવામાં આવ્યો હતો.

Next Story