Connect Gujarat
સ્પોર્ટ્સ

ખૂંખાર ફાસ્ટ બોલર ડેલ સ્ટેનની ક્રિકેટને અલવિદા, ટ્વિટ કરીને સંન્યાસ જાહેર કર્યો

ડેલ સ્ટેને ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ રહયો છે.

ખૂંખાર ફાસ્ટ બોલર ડેલ સ્ટેનની ક્રિકેટને અલવિદા, ટ્વિટ કરીને સંન્યાસ જાહેર કર્યો
X

ડેલ સ્ટેને ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થઈ રહયો છે. ડેલ સ્ટેન તે બોલર્સમાં સામેલ છે જેમણે સાઉથ આફ્રીકાની ટીમને મહત્વની મેચમાં જીત અપાવી હતી. સાથે જ જોરદાર રેકોર્ડ બનાવ્યા હતા. સાઉથ આફ્રીકા તરફથી 93 ટેસ્ટ, 47 ટી 20 અને 125 વન ડે રમ્યો છે. ટેસ્ટમાં તેણે 439 વિકેટ હાંસલ કર્યા છે. ડેલ સ્ટેને વર્ષ 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો ત્યારથી તે સીમિત ઓવરોની મેચ જ રમતો હતો. તેમે કરિયરની છેલ્લી ટી20 મેચ ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. ખાસ કરીને નવેમ્બર 2016માં દક્ષિણ આફ્રીકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેને ખભામાં વાગ્યુ હતુ. ત્યારથી તેને સતત ઇજા થતી રહી છે. સોશ્યલ મિડીયા પર તેણે લખ્યું કે, આજે હું આધિકારીક રીતે તે ખેલમાંથી સન્યાસ લઇ રહ્યો છું જે મને સૌથી વધારે પસંદ છે, કડવું પણ આભારી.

Next Story