Connect Gujarat

ENG VS IND: લોર્ડસ ટેસ્ટમાં ભારતે મેળવી જીત,સિરાજની 4 વિકેટ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે, જેની લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે.

ENG VS IND: લોર્ડસ ટેસ્ટમાં ભારતે મેળવી જીત,સિરાજની 4 વિકેટ
X

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે, જેની લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે. આ મેચમાં ઈન્ડિયન ટીમે 151 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લિશ ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં જેમ્સ એન્ડરસનની વિનિંગ વિકેટ સાથે સિરાજે 4 મહત્ત્વપૂર્ણ વિકેટ પણ પોતાને નામ કરી હતી. બીજી ઈનિંગમાં મોહમ્મદ શમીએ લોર્ડ્સમાં 56 રનની અણનમ ઈનિંગ રમી બુમરાહ સાથે 89* રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. રેકોર્ડની વાત કરીએ તો ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યારસુધીમાં કુલ 128 ટેસ્ટ રમાઈ છે. જેમાંથી ટીમ ઇન્ડિયા માત્ર 30 મેચ જીતી શકી છે. જ્યારે, ઇંગ્લિશ ટીમે 48 મેચ જીતી છે.ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યારસુધી કુલ 50 મેચ ડ્રો રહી હતી.ભારતે ઈંગ્લેન્ડમાં 64 ટેસ્ટ રમી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 8 અને ઈંગ્લેન્ડે 34 મેચ જીતી છે તો વળી 22 ટેસ્ટ ડ્રો રહી હતી. લોર્ડ્સમાં બંને ટીમો વચ્ચે રમાયેલી 19 ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 12 અને ઈન્ડિયાએ 3 ટેસ્ટ જીતી છે, જ્યારે 4 મેચ ડ્રો રહી હતી.ઇંગ્લિશ ટીમે 2018મા રમાયેલી છેલ્લી મેચમાં ભારતને એક ઇનિંગ અને 159 રને હરાવ્યું હતું.ટીમ ઇન્ડિયાએ અગાઉ 2014માં લોર્ડ્સમાં જીત મેળવી હતી. જેમા ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 95 રનથી હરાવ્યું.ઈંગ્લેન્ડમાં પ્રથમ બેટિંગ કરતા સમયે ઈન્ડિયાએ 300થી વધુ રન કર્યા પછી એકપણ મેચ હારી નથી.

Next Story
Share it