Connect Gujarat
સ્પોર્ટ્સ

ENG VS IND: કે.એલ.રાહુલે લોર્ડસ ટેસ્ટમાં સદી ફટકારી 6 રેકોર્ડ બનાવ્યા

કે.એલ. રાહુલએ ટેસ્ટ મેચમાં 127 રન કરીને ભારતીય ટીમની જીત નક્કી કરી લીધી છે

ENG VS IND: કે.એલ.રાહુલે લોર્ડસ ટેસ્ટમાં સદી ફટકારી 6 રેકોર્ડ બનાવ્યા
X

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે જીત માટેની તૈયારી કરી લીધી છે. લોર્ડસમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 276 રન કર્યા. કે.એલ. રાહુલએ ટેસ્ટ મેચમાં 127 રન કરીને ભારતીય ટીમની જીત નક્કી કરી લીધી છે. આ મેચમાં તેણે સદી ફટકારીને 6 નવા રેકોર્ડ બનાવ્યા છે.

પહેલો રેકોર્ડ- કે.એલ. રાહુલે તેમના ટેસ્ટ મેચના કરિયરમાં છઠ્ઠી સદી ફટકારી છે. ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી કરવાના મામલે ભારતીય બેટ્સમેનમાં 24મા નંબર પર છે. જેમાં એમ.એસ.ધોની અને મંસૂર અલી ખાન પટૌડીએ 6-6 સદી ફટકારી છે.

બીજો રેકોર્ડ - કે.એલ. રાહુલ અને રોહિત શર્માએ ઓપનિંગ બેટીંગ કરતા 126 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 117 રન જોડ્યા હતા. પહેલી વાર એવું બન્યું છે, કે કોઈ ભારતીય ખેલાડીઓએ લોર્ડ્સ ખાતે એક મેચમાં બે સદીની ભાગીદારી નોંધાવી છે.

ત્રીજો રેકોર્ડ- વિદેશમાં સદી ફટકારવાની વાત કરવામાં આવે તો કે.એલ. રાહુલે વિદેશમાં ચોથી સદી ફટકારી છે. એશિયાની બહાર સૌથી વધુ 15 સદી સુનીલ ગાવસ્કરે ફટકારી છે, ત્યાર બાદ કે.એલ. રાહુલનો નંબર આવે છે. રોહિત શર્માએ ચાર સદી ફટકારી છે અને હવે તે કે.એલ. રાહુલની બરાબરીએ છે.

ચોથો રેકોર્ડ- લોર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર કે.એલ. રાહુલ 10મા ભારતીય છે. આ ઐતિહાસિક ગ્રાઉન્ડ પર દિલીપ વેંગસરકર સૌથી વધુ 3 સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે. સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, અઝહરુદ્દીન, ગુંડપ્પા વિશ્વનાથ, આજિંક્ય રહાણે અને અજિત અગરકરે પણ આ ગ્રાઉન્ડ પર સદી ફટકારી છે.

પાંચમો રેકોર્ડ- લોર્ડસના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર સદી ફટકારનાર કે એલ રાહુલ ત્રીજા ભારતીય ઓપનર છે. આ પહેલા ભારતીય ઓપનર તરીકે વીનૂ માંકડ અને રવિ શાસ્ત્રીએ આ ગ્રાઉન્ડ પર સદી ફટકારી હતી. સદી ફટકારતાં હવે કે.એલ. રાહુલ પાસે સૌથી વધુ સ્કોર કરનાર ભારતીય બનવાનો મોકો છે. આ ગ્રાઉન્ડ પર સૌથી વધુ ભારતીય તરીકે સ્કોર કરવાનો રેકોર્ડ વીનૂ માંકડ (184)ના નામ પર છે.

છઠ્ઠો રેકોર્ડ- ઉલ્લેખનીય છે કે, કે.એલ. રાહુલે 107મા બોલ પર માત્ર 22 રન કર્યા હતા અને 108મા બોલ પર પહેલી સિક્સર ફટકારી હતી. કે.એલ. રાહુલે મોઈન અલીના બોલ પર સિક્સર ફટકારી હતી અને પહેલીવાર બોલ બાઉન્ડ્રીની બહાર ગયો હતો.

Next Story