Connect Gujarat
સ્પોર્ટ્સ

ફાસ્ટ બોલર પેટ કમિન્સ બન્યો ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો સુકાની,સ્મિથ વાઇઝ કેપ્ટન

ફાસ્ટ બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે સ્ટીવ સ્મિથને ડિસેમ્બરમાં શરૂ થનારી એશિઝ સિરીઝ માટે વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે

ફાસ્ટ બોલર પેટ કમિન્સ બન્યો ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો સુકાની,સ્મિથ વાઇઝ કેપ્ટન
X

ફાસ્ટ બોલર પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે સ્ટીવ સ્મિથને ડિસેમ્બરમાં શરૂ થનારી એશિઝ સિરીઝ માટે વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે મોડી રાત્રે આની જાહેરાત કરી હતી. ડેઈલી ટેલિગ્રાફ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સને એશિઝ 2021-22 માટે ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ અનુસાર પેટ કમિન્સ સિવાય સ્ટીવ સ્મિથ કેપ્ટન માટે એકમાત્ર દાવેદાર હતો. જોકે બોર્ડે આ બંનેના ઇન્ટરવ્યુ લીધા પછી કમિન્સને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એક સપ્તાહ પહેલાં રાજીનામું આપ્યું હતું. 2017માં મહિલા સાથેની અશ્લીલ ચેટ વાઈરલ થયા બાદ તેણે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેવાની જાહેરાત કરી હતી. તેના પર આરોપ હતો કે તેણે 2017માં એક યુવતીને તેના અશ્લીલ ફોટા મોકલ્યા હતા અને તેને ગંદા મેસેજ પણ કર્યા હતા.

Next Story
Share it