Connect Gujarat
સ્પોર્ટ્સ

કોહલી માટે દીકરી વામિકાનો પહેલો જન્મદિવસ રહેશે ખાસ, ટેસ્ટ સદી કરશે પૂરી.!!

વિરાટ કોહલી માટે આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ ખૂબ જ ખાસ રહેશે. 13 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય અને 10 વર્ષ પહેલા ટેસ્ટ ડેબ્યુ કરનાર વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ખાસ સ્થાન હાંસલ કરવા જઈ રહ્યો છે.

કોહલી માટે દીકરી વામિકાનો પહેલો જન્મદિવસ રહેશે ખાસ, ટેસ્ટ સદી કરશે પૂરી.!!
X

વિરાટ કોહલી માટે આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ ખૂબ જ ખાસ રહેશે. 13 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય અને 10 વર્ષ પહેલા ટેસ્ટ ડેબ્યુ કરનાર વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં ખાસ સ્થાન હાંસલ કરવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ હશે. વિરાટે ભારતીય ટીમ માટે અત્યાર સુધી 97 ટેસ્ટ મેચ રમી છે.

વિરાટ કોહલીએ જૂન 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ વિરાટની 100મી ટેસ્ટ હશે. આ સિદ્ધિ મેળવનાર વિરાટ 12મો ભારતીય ખેલાડી હશે. આ ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીથી શરૂ થશે. વિરાટ કોહલી માટે 11 જાન્યુઆરીનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે તેમની પુત્રી વામિકા એક વર્ષની થશે. વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો. વામિકાના જન્મદિવસ પર વિરાટ પણ પસંદગીના ભારતીય ટેસ્ટ ખેલાડીઓની યાદીમાં સામેલ થશે.

વિરાટે માત્ર 97 ટેસ્ટ મેચ રમી છે, વિરાટ કોહલીનું બેટ લાંબા સમયથી શાંત છે, જેના કારણે તેની ટેસ્ટ એવરેજમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વિરાટે 97 ટેસ્ટની 164 ઇનિંગ્સમાં 50.65ની એવરેજથી 7801 રન બનાવ્યા છે. વિરાટ પાસે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 8000 ટેસ્ટ રન પૂરા કરવાની પણ તક હશે. વિરાટ આ આંકડાથી 199 રન દૂર છે. વિરાટે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 27 સદી અને 27 અડધી સદી ફટકારી છે.

Next Story