Connect Gujarat
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન થયું છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું હતું.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત
X

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન થયું છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, સાયમન્ડ્સને બચાવવા માટે ઘણી કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાયો નહોતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી.

મળતી માહિતી અનુસાર ટાઉન્સવિલે પાસે સાયમન્ડ્સની કારનો અકસ્માત થયો હતો. તેમની કાર એલિસ નદીના પુલ પરથી બહાર આવીને નીચે પડી હતી. સાયમન્ડ્સ પોતે કાર ચલાવી રહ્યા હતા. સ્થાનિક કટોકટી સેવાઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અસફળ રહ્યા હતા. હવે ફોરેન્સિક ક્રેશ યુનિટ તેના અકસ્માતની તપાસ કરી રહ્યું છે. સાયમન્ડ્સની કારકિર્દી શાનદાર હતી. તેણે 198 વનડેમાં 5088 રન બનાવ્યા છે. આ દરમિયાન સાયમન્ડ્સે 6 સદી અને 30 અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા 133 વિકેટ પણ લીધી છે. તેણે 26 ટેસ્ટ મેચમાં 1462 રન બનાવ્યા છે અને સાથે જ તેના નામે 24 વિકેટ પણ છે. સાયમન્ડ્સે 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. તેણે ડોમેસ્ટિક મેચોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

Next Story
Share it