Connect Gujarat
સ્પોર્ટ્સ

પાકિસ્તાન સામેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ માટે ગુડ ન્યૂઝ, વાંચો કોણ જોડાય રહ્યા છે ટીમ ઈન્ડિયા સાથે

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં પહેલા જ કહ્યું છે કે રાહુલ દ્રવિડ કોરોનાને માત આપ્યા બાદ ટીમ સાથે જોડાશે

પાકિસ્તાન સામેની મેચ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ માટે ગુડ ન્યૂઝ, વાંચો કોણ જોડાય રહ્યા છે ટીમ ઈન્ડિયા સાથે
X

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે 28 ઓગસ્ટના રોજ મેચ છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડીયાને મોટી રાહત મળી છે. ટીમ ઇન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડને કોવિડ 19માંથી મુક્તિ મળી છે અને તેઓ આજે મુકાબલામાં ડ્રેસિંગ રૂમમાં હાજર રહેશે. આ સાથે વીવીએસ લક્ષ્મણની ભારતની વાપસી થશે. એશિયા કપ માટે દુબઈ રવાના થતા પહેલા રાહુલ દ્રવિડની કોવિડ 19 રીપોર્ટ પોઝીટીવ આવી હતી અને તેઓ ટીમ ઇન્ડિયા સાથે યાત્રા નહોતા કરી શક્યા. બીસીસીઆઈએ રાહુલ દ્રવિડનાં સ્થાને વીવીએસ લક્ષ્મણને કોચ બનાવીને દુબઈ મોકલ્યા હતા.

પરનું હવે રાહુલ દ્રવિડ સાજા થઇ ગયા છે. એક રીપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડ શનિવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા અને તેમણે ટીમ જોઈન કરી. રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ દ્રવિડ પાકિસ્તાન સામે મેચમાં ડ્રેસિંગ રૂમનો ભાગ બનશે. એટલું જ નહીં, રીપોર્ટમાં વીવીએસ લક્ષ્મણની ભારત પરત આવવાની પણ જાણકારી આપવામાં આવી છે.

બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં પહેલા જ કહ્યું છે કે રાહુલ દ્રવિડ કોરોનાને માત આપ્યા બાદ ટીમ સાથે જોડાશે. બીસીસીઆઈએ કહ્યું હતું કે લક્ષ્મણના કોચ હોવાથી ટીમ ઇન્ડીયાએ ઝીમ્બાબ્વે સામે ત્રણ મેચની વન ડે સીરીઝ રમી છે. રાહુલ દ્રવિડની અનુપસ્થિતિમાં લક્ષ્મણ દુબઈમાં ટીમ ઇન્ડીયા સાથે રહેશે. રાહુલ દ્રવિડ કોરોના પોઝીટીવ હોવાથી ટીમ ઇન્ડીયા સાથે દુબઈ ન જઈ શક્યા. પરંતુ જેવા તેઓ કોવિડ 19ને માત આપે છે, તેઓ ટીમ સાથે જોડાશે.

Next Story