Connect Gujarat
સ્પોર્ટ્સ

Happy Birthday MS DHONI : મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી અને રિષભ પંત સાથે ઈંગ્લેન્ડમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો

ભારતીય ટીમને પોતાની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીતાડનાર મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે 41 વર્ષનો થઈ ગયો છે.

Happy Birthday MS DHONI : મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી અને રિષભ પંત સાથે ઈંગ્લેન્ડમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો
X

ભારતીય ટીમને પોતાની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીતાડનાર મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે 41 વર્ષનો થઈ ગયો છે. આ જન્મદિવસની ઉજવણી ઈંગ્લેન્ડમાં પણ ખાસ રીતે કરવામાં આવી હતી. ધોનીએ મંદ સ્મિત સાથે તેજસ્વી શૈલીમાં કેક કાપી હતી. ધોની અને સાક્ષીની લગ્નની વર્ષગાંઠ પણ 4 જુલાઈએ હતી. બંનેના લગ્નને 12 વર્ષ થયા છે. આવી સ્થિતિમાં આ કપલ રજાઓમાં ઇંગ્લેન્ડ પહોંચી ગયું હતું. અહીં બંનેએ મેરેજ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી અને હવે ધોનીનો બર્થ ડે પણ સેલિબ્રેટ કર્યો.


ધોનીના બર્થડે સેલિબ્રેશનનો વીડિયો અને તસવીરો ખુદ સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં તમે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ જોઈ શકો છો. પંત હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં એક ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે.


સાક્ષીએ શેર કરેલા વીડિયોમાં ધોની જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. બધે લાઇટિંગ દેખાય છે. લાગી રહ્યું છે કે ધોની માટે શાનદાર કેક તૈયાર કરવામાં આવી રહી છે. ધોની બંને હાથે છરી પકડીને કેક કાપતો જોવા મળે છે. આ દરમિયાન વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી સંગીત પણ વાગી રહ્યું છે.

Next Story